Ambaji

Ambaji: આજથી આસો સુદ એટલેકે શારદીય નવરાત્રી નું પ્રારંભ,અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો

Ambaji: મહામારી ને લઈ ગત વર્ષે મંદિરો બંધ રખાયા હતા પણ ચાલુ વર્ષે કોરોના નુ જોર ઘટતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ હોવાથી યાત્રાધામ અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો

અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 07 ઓક્ટોબરઃ Ambaji: આજથી આસો સુદ એટલેકે શારદીય નવરાત્રી નું પ્રારંભ થયો છે નવરાત્રી માં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠો માં દર્શનમાટે વધુ જતા હોય છે ત્યારે હાલ કોરોના ની મહામારી ને લઈ ગત વર્ષે મંદિરો બંધ રખાયા હતા પણ ચાલુ વર્ષે કોરોના નુ જોર ઘટતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ હોવાથી યાત્રાધામ અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

અંબાજી(Ambaji) મંદિર માં વહેલી સવારે મંગળા આરતી ની સાથેજ દર્શનાર્થીઓ ને મંદિર માં પ્રવેશ અપાયો હતો આજે નવરાત્રી ને લઈ નિજ મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી જેમાં મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર ને અધીક કલેકટર ઉપસ્થિત રહ્યા હતા આજે ઘટ્ટ સ્થાપન જવારા વાવવા માં આવ્યા હતા ને મંગળા આરતી બાદ ઘટ્ટ સ્થાપન ની આરતી કરવામાં આવી હતી મંદિર ના મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજે જણાવ્યુ હતુ કે જ્યારે સમુદ્ર મંથન વખતે જે કુંભ બહાર આવ્યુ હતુ ને તેની પુજા રપાઈ હતી તે પરંપરા આજે પણ નિભાવવા આવે છે.

આ પણ વાંચોઃ Police in action mode: નવરાત્રીને લઈ આ શહેરની પોલીસ એક્શન મોડમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને અપાયો આ આદેશ

વહીવટદાર માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોરોના ની મહામારી વચ્ચે પણ સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે ને આ વખતે ચાચરચોક માં ગરબા નું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે આ સાથે યાત્રિકો માં કોરોના નું સક્ર્મણ ન ફેલાય તેવા તકેદારી ના પગલાં લેવાઈ રહ્યા છે અંબાજી માં યાત્રિકો નો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે છતાં યાત્રિકો દર્શન કરી શાંતિ ની અનુભૂતિ કરી રહ્યા છે

Whatsapp Join Banner Guj