12th birthday

Ambaji Adivasi Ashramshala: ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ૧૨મો સ્થાપના દિવસ ઉજવાયો

Ambaji Adivasi Ashramshala: અંબાજી ખાતે આદિવાસી આશ્રમશાળામાં ગાંધીનગરની ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ૧૨મો સ્થાપના દિવસ ઉજવાયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 ઓગસ્ટ:
Ambaji Adivasi Ashramshala: રૂફટોપ ઇલેક્ટ્રિસિટી સોલાર વોટર હીટર્સ વિગેરે સૂર્ય શક્તિ ના ઉપકરણો અને સાધનો ની ઉત્પાદક કોર્પોરેટ સંસ્થા ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગાંધીનગર તરફથી તેનો 12 મો સ્થાપના દિન આજરોજ અંબાજી ખાતે આદિજાતિના બાળકો વચ્ચે આદિવાસી આશ્રમશાળા અંબાજી ના શંકરલાલ બેન્કર સંસ્કાર કેન્દ્રમાં ઉજવાયો.

આ આશ્રમશાળાની સંચાલક સંસ્થા મજુર કલ્યાણ ટ્રસ્ટ, સિધ્ધપુરના ટ્રસ્ટી બંસીલાલ શાહે આ કોર્પોરેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જીગ્નેશભાઈ પટેલ અને ડિરેક્ટર પંકજભાઈ પવાર તેમજ આ કાર્યક્રમમાં પધારેલા આ કંપનીના 35 અધિકારીઓ કર્મચારીઓ વિગેરે સૌએ આ સંસ્થામાં આવકારી સ્વાગત કર્યું હતું અને સંસ્થાનો પરિચય આપ્યો હતો.

12th bday

સૂર્યશક્તિના ઉપયોગ સાથે જોડાયેલી આ કોર્પોરેટ કંપનીએ ભવ્ય સ્ટાર હોટલમાં સ્થાપના દિનની ઉજવણી કરવાના બદલે ગાંધીનગરથી દૂર અંબાજી ખાતે આદિજાતિના બાળકો વચ્ચે આ ઉજવણી અહીં સોમાભાઈ પટેલ હોલમાં યોજી તે માટે આનંદ વ્યક્ત કર્યો.અને કંપનીની સતત પ્રગતિ થતી રહે તે માટે શુભેચ્છા વ્યક્ત કરી.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર.જીગ્નેશભાઈ પટેલ અને પંકજભાઈ પવારે કંપનીની સ્થાપના થી ૧૨ વર્ષમાં કરેલી પ્રગતિ માટે કંપનીના સૌ સ્ટાફના સભ્યો ,ગુજરાત સરકાર અને સોલાર શક્તિ સંલગ્ન સરકારી કચેરીઓ અને અધિકારીશ્રીઓને તેમજ સૌ ગ્રાહકો પ્રત્યે તેઓએ હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી.અને સૌના સાથ સહકારથી આ કંપની નવી ટેકનોલોજી સાથે પ્રગતિ કરતી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કંપનીના કેતનભાઈ પટેલ અને એચ.આર.ટ્રેડ મિતાલીબેન પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરતા કંપનીનું ઘ્યેય વર્ણવ્યું હતું. ટ્રસ્ટી ઇશ્વરભાઇ પટેલે સંબોધન કરતાં આ કાર્યક્રમના આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌએ આ આશ્રમશાળાની પ્રવૃત્તિ બિરદાવી હતી અને કાર્યક્રમના અંતે સૌ મહેમાનો ટ્રોમ પરિવાર અને આશ્રમશાળાના તમામ બાળકો સ્ટાફરિવાર અને ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી સૌએ સાથે મિષ્ઠાન ભોજન લીધું.

આશ્રમશાળામાં ઇ. ચા. આચાર્ય અને સૌ સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમના સંચાલનમાં ઉમંગથી સાથ સહકાર આપ્યો હતો.