ambaji bhakt darshan

Ambaji Bhadarvi Poonam: અંબાજી ખાતે આ ભાદરવી પૂનમ નો મેળો ભરાશે કે કેમ તે ભાવિક ભક્તો માં અસમંજસતા

Ambaji Bhadarvi Poonam: અંબાજીમાં મેળાને લઈ કોઈજ તૈયારીઓ જોવા મળતી નથી જે જોતા આ વખતે પણ મેળો મુલતવી રહે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે

  • અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે નહીં તેનો નિર્ણય સરકાર જ કરી શકે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ ઓગસ્ટ:
Ambaji Bhadarvi Poonam: યાત્રાધામ અંબાજી માં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે જેમાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે જોકે કોરોના મહામારી ના કારણે અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો ગતવર્ષે બંધ રાખવાંમાં આવ્યો હતો અને ચાલુ વર્ષે ભાદરવી પૂનમ નો મેળો આગામી 14 સપ્ટેમ્બર થી શરૂ થનાર છે પણ હાલ માં અંબાજી ખાતે આ ભાદરવી પૂનમ નો મેળો ભરાશે કે કેમ તે ભાવિક ભક્તો માં અસમંજસતા જોવા મળી રહી છે ને કદાચ મેળો ન પણ ભરાય તેવું માની કેટલાક પદયાત્રીઓ વહેલા દર્શન માટે પહોંચી રહ્યા છે.

જોકે અંબાજી માં ભરાતા ભાદરવી પૂનમ ના મેળા (Ambaji Bhadarvi Poonam) પહેલા બે થી ત્રણ માસ અગાઉ જ વહીવટી તંત્ર મેળા ની તૈયારીઓ માં લાગી જતું હોય છે ને બહારગામ થી વેપારીઓ પણ અંબાજી માં નાના મોટા વેપાર અર્થે પહોંચી જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળાને માત્ર 25 જેટલા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં મેળાને લઈ કોઈજ તૈયારીઓ જોવા મળતી નથી જે જોતા આ વખતે પણ મેળો મુલતવી રહે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ને અંબાજીના બજારોમાં પણ ખુબ ઓછી માત્રા માં ચહલ પહલ જોવા મળી રહી છે એટલુંજ નહીં તાજેતર માંજ સરકારે વિવિધ મેળાઓ મુલતવી રાખવાના આદેશો કર્યા છે ત્યારે અંબાજી માં પગપાળા આવતા યાત્રિકો ની સુખાકારી માટે અને સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે સરકાર જ મેળા અંગે નિર્ણય લઈ શકે છે.

Pandit Rajesh Kumar: મંદિર છોડવાના બદલે તાલિબાનના હાથે મરવા તૈયાર છે હિન્દુ મંદિરના આ પુજારી, કહ્યું- મારા પૂર્વજોનું આ મંદિર નહીં છોડું!

જોકે અંબાજી મંદિર ના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરએ એક મુલાકાત માં જણાવ્યું હતું કે અંબાજી માં ભરાતા ભાદરવી પૂનમ નો મેળો (Ambaji Bhadarvi Poonam) યોજાશે કે નહીં તેનો નિર્ણય સરકાર જ કરી શકે છે ને મંદિર બંધ હોય કે ચાલુ હોય અમારી માતાજી ની પૂજા અર્ચના ચાલુ રહશે મંદિર બંધ રાખવા કે મેળો મોકૂફ રાખવા નો નિર્ણય સરકાર નો જ રહેશે ને તે જ અમને માન્ય રહેશે

Whatsapp Join Banner Guj