અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૭ ઓક્ટોબર: નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના સરુ કરી છે ત્યારે જગતજનની આધ્યશક્તિ મા અંબેના પવિત્ર ધામ અંબાજી માં આજથી નવરાત્રિ દરમિયાન અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનીક લોકોને વ્યસનમુક્ત કરવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે .

યાત્રિકો અને સ્થાનીક લોકો માતાજીની સાક્ષીએ વ્યસનમુક્તિના સંકલ્પ લઈ સંકલ્પપત્રો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા વ્યસનમુક્તિ અભિયાનના સુદ્રઢ આયોજન માટે અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યુવાશક્તિ અને સમાજ વ્યસનમુક્ત બને તેમાટે અભિયાનને સફળ બનાવવા સરસ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમયે અંબાજી મંદિર ના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, ટ્રસ્ટના અધિકારીઓ અને ગાયત્રી શક્તિ તીર્થ અંબાજીના સભ્યો હાજર રહ્યા હતા

Advt Banner Header

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *