શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

Ambaji Pooja

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૭ ઓક્ટોબર: આજથી આસો સુદ એટલેકે શારદીય નવરાત્રી નું પ્રરંભ થયો છે નવરાત્રી માં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠો માં દર્શનમાટે વધુ જતા હોય છે ત્યારે હાલ કોરોના ની મહામારી ને લઈ શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી યાત્રાધામ અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambahi Jwara

અંબાજી મંદિર માં વહેલી સવારે મંગળા આરતી કાર્ય બાદ દર્શનાર્થીઓ ને મંદિર માં પ્રવેશ અપાયો હતો ને ખાસ કરીને કોરોના નું સંક્ર્મણ ન ફેલાય તે માટે સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યાત્રિકો સૅનેટાઇઝ ટર્નલ માંથી પસાર થતા જોવા મળ્યા હતા આજે નવરાત્રી ને લઈ નિજ મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત મંદિર ટ્રસ્ટ ના ચેરમેન ને જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા આજે ઘટ્ટ સ્થાપન જવારા વાવવા માં આવ્યા હતા ને મંગળા આરતી બાદ ઘટ્ટ સ્થાપન ની આરતી કરવામાં આવી હતી જિલ્લા કલેકટર આનંદ પટેલ એ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોરોના ની મહામારી વચ્ચે પણ સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે ને આ વખતે ચાચરચોક માં ગરબા નું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે

આ સાથે યાત્રિકો માં કોરોના નું સક્ર્મણ ન ફેલાય તેવા તકેદારી ના પગલાં લેવાઈ રહ્યા છે જોકે આ વખતે ગુજરાત ના અન્ય કેટલાક શક્તિપીઠ મંદિર બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો નો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે છતાં યાત્રિકો દર્શન કરી શાંતિ ની અનુભૂતિ કરી રહ્યા છે ખાસ કરી ને આ નવરાત્રી દરમિયાન યાત્રિકો ને સરળતા થી ને શુદ્ધ પ્રસાદ મળી રહે તેમાટે બોક્સ પેકીંગ માં પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *