ambaji free bhojnalay

Ambaji Free restaurant closed: યાત્રાધામ અંબાજી માં અંબિકા ભોજનાલય માં ચાલતુ મફત ભોજનાલય બંધ કરી દેવાયુ

Ambaji Free restaurant closed: યાત્રાધામ અંબાજી માં અંબિકા ભોજનાલય માં ચાલતુ મફત ભોજનાલય બંધ કરી દેવાયુ છે ડીસા ના જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલુ સદાવ્રત નિ શુલ્ક ભોજન વ્યવસ્થા બંધ કરી દેવામા આવ્યુ છે

  • આ ભોજનાલય ખાતે લાગેલા જય જલીયાણ સદાવ્રત ના બોર્ડ ઉતારી દેવામાં આવ્યા હતા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૨ નવેમ્બર:
Ambaji Free restaurant closed: યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા ભોજનાલયમાં તા.14 જુન 2021 થી વિનામૂલ્યે ભોજન શરૂ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત ડીસા ની જય જલીયાણ ફાઉન્ડેસન ને પ્રાયોગીક ધોરણે ત્રણ માસ માટે મફત ભોજન માટે આપવામાં આવ્યુ હતુ જેમાં દોઢમાસ નો વધારો પણ કરવામાં આવ્યો હતો જે સમય મર્યાદા આજે પુરણ થતા અંબાજી મંદિર ટ્રસ્ટે પરત લઈ ભોજનાલયમાં રાહત દરે એટલે કે રુપીયા 16 માં ભરપેટ ભોજન વ્યવસ્થા ફરી ચાલુ કરી છે જોકે આ ભોજનાલય ફરી મફત ભોજન માટે ચલાવવા આવસે તો ફરી જય જલીયાણ ફાઉન્ડેશને પાછુ આપવામાં આવે ફરી ચલાવવા પંકજભાઈ સોનેજી ( મેનેજર, જલીયાણ ફાઉન્ડેશન) જણાવ્યુ હતુ

Ambaji Free restaurant closed

આ ભોજનાલય માં 8.50 લાખ જેટલા લાભાર્થીઓ નિશુલ્ક ભોજનનો લાભ લઈ ચુક્યા છે પણ હવે તેમને ભોજન માટે રુપિયા 16 નો ટોકન ચાર્જ યુકવવો પ઼ડષે જ્યારે બાળકો માટે અડધી ટીકીટ ના રુ. 11 જ્યારે પુનમે ભોજનાલય માં મિષ્ઠાન પીરસાતુ હોઈ પુનમે થાળી ના 21 રુપિયા ચુકવવા પડશે

અંબિકા ભોજનલાયનો સમય સવારે 10 વાગ્યા થી ૩વાગ્યા સુધી અને સાંજે 6.૦0 થી રાત્રિના 9.૦૦ સુધીનો રહેશે. તેમ યોગેશભાઈ જોષી ( મેનેજર,અંબિકા ભોજનાલય) અંબાજીએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…Announces Haj 2022: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી નકવી દ્વારા હજ 2022ની જાહેરાત, ભારતીય હજ યાત્રીઓ ‘વોકલ ફોર લોકલ’ને કરશે પ્રમોટ

Whatsapp Join Banner Guj