Ambaji gate darshan

Ambaji Mandir closed: અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવા છતા યાત્રિકો અંબાજી પહોચી રહ્યા છે…

Ambaji Mandir closed: શક્તિદ્વાર થી માતાજી ના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે.

  • માત્ર 16 રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી.
  • રોજના એક હજાર જેટલા યાત્રિકો આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૨ જાન્યુઆરીઃ
Ambaji Mandir closed; રાજ્યભરમાં વધતા જતા કોરોનાના કેસ ને લઇ શ્રધાળુઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે તેમ છતા યાત્રિકો અંબાજી પહોચી મંદિર આગળ શક્તિદ્વાર થી માતાજી ના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે.

Dinning hall

અંબાજી આવતા યાત્રિકો ને ભોજન સુવિધા મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે પોતાનું અંબિકા ભોજનાલય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ચાલુ રાખ્યુ છે અને માત્ર 16 રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી છે આજે રવિવારના પગલે અનેક શ્રધાળુઓ અંબાજી પહોચ્યા હતા અને અંબિકા ભોજનાલય માં ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો જોકે માત્ર 16 રૂપિયા માં બજાર માં નાસ્તો પણ થતો નથી ત્યાં મંદિર ટ્રસ્ટે 16 રૂપિયા માં ભરપેટ ભોજન ની વ્યવસ્થા કરી છે. અને બાળકો માટે 11 રૂપિયા નક્કી કરાયા છે.

Gujarati banner 01

હાલ તબક્કે આ ભોજનાલય માં સરકારની સપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે યાત્રિકો ને પ્રવેશ અપાઈ રહ્યો છે અને ભોજનખંડ માં 50% સોસીઅલ ડીસટન્સ સાથે બેસાડી જમાડવામાં આવી રહ્યા છે દિવસ દરમિયાન સવાર સાંજ બંને ટાઇમ પીરસતા ભોજન માં સવારે 800 અને સાંજે 200 જેટલા આમ રોજના એક હજાર જેટલા યાત્રિકો આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે જોકે ભોજનાલય માં પૂરી વણવાની સીસ્ટમ ઓટોમેટીક વિકસિત કરવામાં આવી છે.

Food service ambaji

આ પણ વાંચો…Subhash Chandra Bose Disaster Management Award: પ્રૉ.વિનોદ શર્માની ‘સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ માટે ચાલુ વર્ષે વ્યક્તિગત શ્રેણીમાં પસંદગી કરવામાં આવી