Ambaji ropwe

Ambaji ropeway closed: અંબાજીની મુલાકાતે જતા લોકો માટે અહમ ખબર, વાંચો…

Ambaji ropeway closed: અંબાજીમાં ગબ્બર ગઢ ખાતે આવેલું રોપવે પાંચ દિવસ માટે બંધ રહેશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 08 જાન્યુઆરી: Ambaji ropeway closed: યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ગઢ ખાતે આવેલું રોપવે પાંચ દિવસ માટે બંધ રહેશે, એટલે કે 9 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી સુધી માટે દર્શનાર્થીઓ માટે રોપ વે ની સેવા બંધ રહેશે, ગબ્બર તળેટીથી રોપવે દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર ગોખ ને અખંડ જ્યોતના દર્શનાર્થે જતા હોય છે.

Ambaji Rope Way

તેવા જ શ્રદ્ધાળુ યાત્રિકોની સલામતિ અને સુરક્ષા માટે રોપ વે ની મરામત કામગીરી કરવા માટે આવતીકાલથી પાંચ દિવસ માટે બંધ રહેનાર છે અંબાજી ગબ્બર રોપે બંધ હોવા છતાં યાત્રીકો ને ગબ્બર ગઢ ઉપર જવા માટે પગપાળા જવા માટેનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

ગબ્બરગઢ ઉપર ચઢીને જવાના 999 પગથિયા અને ઉતરવાના 765 જેટલા પગથિયાં છે ત્યાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ગબ્બર ગોખ ઉપર અખંડ જ્યોતના દર્શનાર્થે જઈ શકશે જેના માટેના રસ્તા ખુલ્લા રાખવામાં આવ્યા છે

આ પણ વાંચો: International Kite Festival begins in Ahmedabad: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો