AMC Statement: હવે AMC સ્ટેડિંગ કમિટી ચેરમેને કહ્યું- ઇંડા અને નોન વેજ લારીઓ હટાવવા કોઇ આદેશ નથી- વાંચો શું છે મામલો?

AMC Statement: એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે 100 ફુટ રોડ પર અડચણરૂપ લારી ગલ્લા હટાવાશે. માત્ર ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા કોઇ જાહેરાત કરી નથી

અમદાવાદ, 19 નવેમ્બરઃAMC Statement: ઇંડા અને નોનવેજ લારિયો હટાવાનો મામલે અમદાવાદ મહાનગરપાલિકાનો આખરે યુ ટર્ન જોવા મળ્યો છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે 100 ફુટ રોડ પર અડચણરૂપ લારી ગલ્લા હટાવાશે. માત્ર ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા કોઇ જાહેરાત કરી નથી.

ધાર્મિક સ્થળો પાસે ચાલતી નોનવેજ લારીઓ હટાવવા દોઢ મહિના પહેલા જાહેરાત કરી હતી. તેનો અમલ આજે પણ ચાલુ છે. એએસમી દ્વારા 100 ફૂટથી મોટા રોડ દબાણ હટાવવાશે. એએસમી ટિપી કમિટી ચેરમેન દેવાગ દાણીએ અગાઉ જાહેર રસ્તા પર ઇંડા અને નોનવેજ લારીઓ હટાવવા આદેશ કર્યો હતો. આખરે વિવાદ થતા એએસમી મૌખિક આદેશ પર યુ ટર્ન કર્યો છે .

અમદાવાદ મહાનગર પાલિકા(AMC Statement) મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં વિકાસ માટે અનેક નિર્ણય લેવામા આવ્યા હતા. કમિટીમાં લેવાયા નિર્ણય અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે, કોવિડ -19 મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થ તંત્રને પુન વેગવંતુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિક અને નગરપાલિકાઓને પ્રોપર્ટી ટેક્ષમા રાહત આપવા જાહેરાત કરી હતી . હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ , એમ્યુઝમેન્ટ પાર્ક , વોટરપાર્ક , સિનેમાઘરો , મલ્ટીપ્લેક્ષ , અને જીમ્નેશન 01/04/2021થી 31 /03/2022 સુધી એક વર્ષના સમય પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ અપાશે.

આ પણ વાંચોઃ Gujarat weather update: હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ માવઠાની શક્યતા જણાવી- વાંચો વિગત

વધુમા ચેરમેન(AMC Statement) હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે  હોટલ , રેસ્ટોન્ટ , વોટર પાર્ક , એમ્યુઝમેન્ટ પાર્ક , સિનેમાઘરો , મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશિયમ માલિકોએ સને 2021/22 ના વર્ષો પ્રોપર્ટી ટેક્ષ ભરી લીધેલ છે તેવા 782 પ્રોપર્ટી ધારકો દ્વારા ભરવામાં આવેલ 2021/22 પ્રોપર્ટી ટેક્ષની 8.75 કરોડ જેટલી રકમ ચાલુ વર્ષના ડિમાન્ડે ક્રેડીટ તરીકે જમા આપવામા આવશે.

વધુમા હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે એએસમી સ્ટેન્ડિગ કમિટી નિર્ણય કર્યો છે કે એએસમી ભળેલા નવા વિસ્તાર બોપલ ઘુમા ટેક્ષ આકરણી વાંધા અરજી માટે હવે નવરંગપુરા એએસમી ઓફિસ નહી જવું પડે. બોપલ વિસ્તારમાં સાઉથ બોપલ ખાતે તૈયાર થયેલ સિવિક સેન્ટર પરથી ટેક્ષ લગતી માહિતી નાગરિકોને મળી જશે.

Whatsapp Join Banner Guj