Amit shah hanuma puja

Amit Shah Hanuman Puja: અમિત શાહે અમદાવાદ ખાતે ભીડભંજન હનુમાન મંદિરે દર્શન-પૂજા કર્યા

Amit Shah Hanuman Puja: કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભીડભંજન હનુમાન મંદિર, મેમનગર ખાતે દર્શન-પૂજા કર્યા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

  • Amit Shah Hanuman Puja: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કરવાનું કામ કર્યુઃ અમિત શાહ
  • મોદીજીએ ચીનની આંખમાં આંખ નાખીને કહ્યું કે આ ભારત છે અહીં નો એન્ટ્રીઃ અમિત શાહ

અમદાવાદ, 15 માર્ચ: Amit Shah Hanuman Puja: કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભીડભંજન હનુમાન મંદિર મેમનગર ખાતે દર્શન પૂજા કર્યા હતા અને  સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. પહેલા આતંકવાદ નક્ષલવાદથી દેશ ગ્રસ્ત હતો. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ છાશવારે દેશમાં ઘૂસણખોરી કરી અને  આતંક ફેલાવતા અને તે સમયની સરકારો જોઈ રહેતી હતી. મોદીજીએ સર્જીકલ અને એર સ્ટ્રાઈકના માધ્યમથી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો. આ ઉપરાંત ડોકલામ મુદ્દે પણ મોદીજીએ ચીનની આંખમાં આંખ નાખીને કહ્યું કે આ ભારત છે અહીં નો એન્ટ્રી છે અને 45 દિવસોમાં ચીનને પાછું ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો:-NHPC Solar Power: ગુજરાતના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે. બહેનો અને માતાઓ માટે 33% આરક્ષણ આપી લોકસભા અને વિધાનસભામાં જવા માટેનો રસ્તો પ્રશસ્ત કર્યો છે. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી દેશના યુવાનોને વૈશ્વિક સ્પર્ધામાં ઊભા રહી શકે તેવો મંચ પ્રદાન કરવાનું કામ મોદીજી એ કર્યું છે. બધા વિચારતા હતા કે 370ની કલમ કેવી રીતે હટશે અને પ્રધાનમંત્રી મોદીજીએ એક જ ઝાટકે 5 ઓગસ્ટ  2019ના રોજ આ કલમને હટાવીને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.

શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 130 કરોડની જનતા સામે વિકસિત ભારતનું લક્ષ્ય મૂક્યું છે. 15 ઓગસ્ટ 2047ના દિવસે દેશ સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે પ્રથમ હોય તેવા પ્રયાસ કરવાના છે. મોદીજીએ સંકલ્પથી સિદ્ધિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેઓએ કહ્યું કે તેમણે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો છે. આજે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ભારતભરમાં મોદી મોદીના જ નારા લાગી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો