NHPC

NHPC Solar Power: ગુજરાતના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

NHPC Solar Power: NHPC ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ, 15 માર્ચ: NHPC Solar Power: એનએચપીસી લિમિટેડ, ભારતની પ્રીમિયર હાઇડ્રોપાવર કંપની અને પાવર મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 1,125  મેગાવોટના આરઇ પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે બિડ જીતી છે.

આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી સંચિત ઊર્જા ઉત્પાદન લગભગ 10,850 મિલિયન યુનિટ થશે. NHPC રૂ. 847 કરોડના કામચલાઉ વિકાસ ખર્ચે બિલ્ડ-ઓન-ઓન એન્ડ ઓપરેટ ધોરણે પ્રોજેક્ટ વિકસાવશે.

આ પણ વાંચો:- Holi Special ST Bus: ગુજરાત સરકારે હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે સ્પેશિયલ બસો ગોઠવી – વાંચો વિગત

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2જી માર્ચ, 2024ના રોજ પ્રોજેક્ટ માટે ઈ-રિવર્સ હરાજી હાથ ધરવામાં આવી હતી અને તેના દ્વારા 14મી માર્ચ, 2024ના રોજ લેટર ઑફ ઈન્ટેન્ટ જારી કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રૂ. . 2.66 પ્રતિ યુનિટના ટેરિફ પર સુરક્ષિત કરવામાં આવ્યો છે છે અને તે 18 મહિનાના સમયગાળામાં પૂર્ણ થશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો