Amitabh Bachan

અમિતાભ બચ્ચન(Amitabh bachchan) એફઆઇએએફ એવોર્ડ મેળવનાર પહેલા ભારતીય બન્યા- બીગબીએ ક્રિસ્ટોફર નોલનનો માન્યો આભાર

Amitabh Bachchan

બોલિવુડ ડેસ્ક, 21 માર્ચઃ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ફિલ્મોમાં 5 દાયકાથી વધારે સમય થઈ ગયો છે. એક્ટરે પોતાના અભિનય અને કલાના માધ્યમથી દેશનું નામ દુનિયાભરમાં ગર્વથી ઉચું કર્યું છે. એક્ટરને ઘણા બાધા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હવે એક્ટરને ફરી એકવાર વિશ્વ સ્તર પર સન્માનિત કરવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) 2021 FIAF એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સોર્સેસે દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચને આ સન્માન મળ્યા બાદ ખુબ જ ખુશી અનુભવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ક્રિસ્ટોફર નોલન અને માર્ટિનનો આભાર માન્યો છે અને એવોર્ડ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

ADVT Dental Titanium

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, હું વર્ષ 2021 નો FIAF એવોર્ડ મેળવીને ખુબ સન્માનિત અનુભવ કરી રહ્યો છું. તેના માટે હું ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સોર્સેસેનો આભાર માનું છું. પોતાના દેશની સંસ્કૃતિ અને કલાને જાળવી રાખીશું. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન પણ તેમની તરફથી ફિલ્મને સંરક્ષિત કરવા અને દેશની સંસ્કૃતિને પ્રોત્સાહન અને બચાવવા માટે, અમે દેશભરમાં જાગૃતિ ફેલાવીશું. અમિતાભ બચ્ચને પોસ્ટકર્યા બાદ તેમને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

જુઓ વીડિયો- રવિવારે શું ખાસ છે, તમારા રાશિમાં જાણો ટેરોકાર્ડ રીડર(Tarotcardreader) પુનિત લુલ્લા પાસેથી…