CM Bhupendra Patel

Approval of CM Bhupendra Patel: ગુજરાતના આ જિલ્લાને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

Approval of CM Bhupendra Patel: સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી

લોકપ્રતિનિધિઓ-સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી
વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે

૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન

ગાંધીનગર, 16 માર્ચ: Approval of CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.

આ ત્રણ તાલુકાના ૩૮ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.

આ પણ વાંચો:- Gujarat Housing Board Penalty Waiver: ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફીની મુદત 30 સપ્ટેમ્બર

મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ ૩૮ ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ૩૪૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે.

આ યોજના દ્વારા વઢવાણ,મુળી અને સાયલા ત્રણેય તાલુકાના ૩૮ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *