Holi Special Gujarat ST Bus

Surat ST Bus: સુરત એસ.ટી. ડિવિઝન હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને 550 બસો એક્સ્ટ્રા દોડાવશે

સુરત, 16 માર્ચ: સુરત એસ.ટી.વિભાગ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ પંચમહાલ, ગોધરા, દાહોદ તેમજ અમદાવાદના મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. સુરતમાં રહેતા મુસાફરો હોળીનો તહેવાર પોતાના માદરે વતન જઈ પોતાના પરિવાર સાથે ઉજવી શકે તે માટે સુરત એસ.ટી.વિભાગના દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે તા.૨૦/૦૩/૨૦૨૪થી તા.૨૩/૦૩/૨૦૨૪ સુધી સાંજે ૧૬.૦૦ કલાકથી ટ્રાફિક પૂર્ણ થાય ત્યાં સુધી એક્સ્ટ્રા ૫૫૦ બસ દોડાવવામાં આવશે, જેમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના મેદાનથી અને રામનગર, રાંદેર રોડથી ઉપડશે.

સુરતથી ઉપડનાર એક્સ્ટ્રા બસોના ભાડાની વિગતો જોઈએ તો અમદાવાદ (બાયપાસ વડોદરા ડાયરેક્ટ અમદાવાદ) સુધીનું કુલ ભાડુ રૂ.૨૮૦, દાહોદ રૂ.૩૦૫, ઝાલોદ રૂ.૩૧૦, ગોધરા રૂ.૨૭૦, લુણાવાડા રૂ.૨૮૫, કવાંટ રૂ.૨૬૫, છોટાઉદેપુર રૂ.૨૭૫, ઓલપાડ દાહોદ રૂ.૩૧૫, ઓલપાડ ઝાલોદ સુધીનું કુલ ભાડું રૂ.૩૨૦ રહેશે.

આ પણ વાંચો:- Gujarat Housing Board Penalty Waiver: ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફીની મુદત 30 સપ્ટેમ્બર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો