Asaram court hearing

Asaram convicted in rape case: દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, આવતીકાલે 11 વાગે સજા પર થશે ચુકાદો

Asaram convicted in rape case: ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા

અમદાવાદ, 30 જાન્યુઆરી: Asaram convicted in rape case: આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે કોર્ટ આ મામલે સજાનું એલાન કરશે. જ્યારે આ કેસના અન્ય છ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

સૂરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Changes in coach structure of trains: અમદાવાદ મંડળની આ ગાડીઓની કોચ સંરચનામાં ફેરફાર, જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો