kangna edited

ઘરની મહિલા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો કારણ કે તેને માત્ર તમારી અને તમારા પ્રેમની જરૂર છે. સેલરીની નહીંઃ કંગના

kangna edited

બોલિવુડ ડેસ્ક,07 જાન્યુઆરીઃ કંગના પોતાની ફિલ્મો કરતાં વધારે તેના નિવેદનને લઇને વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ કોંગ્રેસ નેતા શશિ થરૂરને આડે હાથ લીધો છો. હકીકતમાં શશિ થરૂરે એક્ટર કમલ હાસનના એક નિવેદનની પ્રસંશા કરી છે, જેમાં તેમણે ઘરમાં કામ કરનારને સેલરાઈડ પ્રોફેશન બનાવવા ભલામણ કરી છે.

શશી થરૂરે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે, ‘હું કમલ હાસનના એ વિચારને આવકારું છું જેમાં તેમણે કહ્યું છે કે ઘરનું કામ કરનારને સેલરાઈડ પ્રોફેશનનો દરજ્જાે મળવો જાેઈએ અને આ માટે રાજ્ય સરકારોએ ઘરમાં કામ કરતી મહિલાઓને માસિક ભથ્થું આપવું જાેઈએ. આના દ્વારા ઘરે કામ કરતી મહિલાઓને સમાજમાં ઓળખ મળશે અને તેમની સેવાઓ બદલે તેમની આવક પણ થશે. જેનાથી તેમની શક્તિ, આર્ત્મનિભરતામાં વધારો થશે અને યૂનિવર્સલ બેસિક ઈન્કમનની નજીક પહોંચવામાં મદદ મળશે.

Whatsapp Join Banner Guj

પરંતુ એવું લાગે છે કે કંગનાને કમલ હાસન અને શશિ થરૂરના વિચારો સમજાયા નહીં. કંગનાએ આના જવાબમાં લખ્યું, ‘અમારા પ્રેમ પર પ્રાઈસ ટેગ ન લગાવો. અમારા પ્રિયજનોનું ધ્યાન રાખવા બદલ અમને પૈસા આપવાની જરૂર નથી. બધી વસ્તુઓેને વેપારની જેમ જાેવાનું બંધ કરી દો અને તમારા ઘરની મહિલા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો કારણ કે તેને માત્ર તમારી અને તમારા પ્રેમની જરૂર છે. સેલરીની નહીં.  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાએ ગત મહિને તેની આગામી ફિલ્મ ‘થલાઇવી’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેમાં તે તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકા નિભાવતી જાેવા મળશે. ત્યારે હાલમાં જ કંગના મુંબઇ પરત ફરી છે અને તેણે તેની ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે એક જાસૂસ તરીકે જાેવા મળશે અને અર્જુન રામપાલ પણ એક ભૂમિકામાં જાેવા મળશે. આ સિવાય કંગનાની ફિલ્મ ‘તેજસ’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં તે ભારતીય વાયુ સેનાની ફાઇટર પાઇલટ તરીકે જાેવા મળશે.

આ પણ વાંચો…

2હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો