north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો થયો ભંગ, મહેમાન બનીને પહોંચી વડોદરા પોલીસ

north indian wedding traditions 4011 800x426 1 edited

વડોદરા, 07 જાન્યુઆરીઃ કોરોના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજી સરકારે સાવચેતી રાખવાનું કહ્યું છે. સરકારની અનેકવાર કરવામાં આવેલી જાહેરાત બાદ પણ લોકો સામાજિક પ્રસંગ યોજી લોકોને એકત્ર કરે છે. નવાયાર્ડમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં બે હજાર લોકો ભેગા થયા હોવાની માહિતીને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસને 120 લોકોનું ટોળું મળી આવતાં પોલીસે અયોજક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં પણ ટોળું એકત્ર થતા પોલીસ દોડતી થઈ હતી.

Whatsapp Join Banner Guj

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાછળ જોનશન કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગમાં બે હજાર લોકો ભેગા થયા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેવી માહિતી ફતેગંજ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે સ્થળ પર જઈ જોતા ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં 100થી 120 લોકો મળી આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં એકત્ર થયેલા લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા ફતેગંજ પોલીસે લગ્નના આયોજક જાકીરઅલી નવાબશેર પઠાણ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જાકીર અલીએ લગ્ન પ્રસંગ માટે પોલીસ પરવાનવી લીધી હતી.આમ છતાં પોલીસે બનાવ અંગે વિવિધ લોકોની પુછપરછ હાથ ધરી ગહન તપાસ હાથ ધરી હતી.પોલીસ પહોંચતાં લગ્નમાં અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો…

ઘરની મહિલા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો કારણ કે તેને માત્ર તમારી અને તમારા પ્રેમની જરૂર છે. સેલરીની નહીંઃ કંગના