Biperjoy Cyclone

Biperjoy Cyclone Update: ગુજરાતના ક્યા-ક્યા જિલ્લાઓ પર બિપરજોયનું જોખમ, અહીં જાણો વિસ્તારે…

Biperjoy Cyclone Update: સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ, જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર

અમદાવાદ, 13 જૂનઃ Biperjoy Cyclone Update: ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે.

સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ, જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે.

ખબર હોય કે, વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું. બિપરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું.

આ પ્રકારનું નુકસાન થઈ શકે

Biperjoy Cyclone 2

કાચા મકાનો સંપૂર્ણ ધરાશાયી થઈ શકે છે અને પાકા મકાનોને પણ નુકસાન થઈ શકે. આ ઉપરાંત કોઈ પણ ઉડતી વસ્તુ ઉપર મોટું જોખમ., હોર્ડિંગ બોર્ડ, છાપરા ધસી પડી શકે છે. વિજળી અને મોબાઈલ ટાવર ધરાશાયી થઈ શકે. વિજપૂરવઠો ખોરવાઈ શકે. કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે.

રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થાય. ઊભા પાક, છોડવા, વૃક્ષો પડી શકે. હોડી વગેરે  દરિયામાં તણાઈ શકે છે. દરિયાના પાણી જમીન પર ધસીને વસ્તુ, વ્યક્તિને ખેંચી જઈ શકે છે. ભારે વરસાદથી જળબંબાકાર થઈ શકે છે. 

Biperjoy Cyclone 1

કચ્છ ઉપરાંત આ જિલ્લાઓ પર જોખમ

  • કચ્છ
  • દેવભૂમિ દ્વારકા
  • પોરબંદર
  • મોરબી
  • જામનગર
  • રાજકોટ
  • જૂનાગઢ

હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં સૌથી વધુ જોખમ

  • તારીખ 13મીના સાંજથી 70 કિમી સુધી
  • તારીખ 14 જૂને 85 કિમી સુધી
  • તારીખ 15 જૂને સવારે 125થી 135 અને મહત્તમ 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 
  • કચ્છના લખપત, નારાયણ સરોવર, નલિયા, જખૌ, આજુબાજુના વિસ્તારો, ખાવડા સહિત ઉત્તર અને પૂર્વ કચ્છમાં તથા મોરબી, નવલખી માળિયામાં 117-177 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 
  • ભૂજ આજુબાજુ વિસ્તારોમાં 88થી 117 કિમીની ઝડપે
  • પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 50થી 90 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે. 

આ પણ વાંચો… Guj Congress Relief Control Room: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહત કામગીરી માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો