PM CM

Birth anniversary of maharishi aurobindo: મહર્ષિ અરબિંદોની ૧પ૦મી જન્મ જયંતિ ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાનનું પ્રેરણાદાયી સંબોધન…

Birth anniversary of maharishi aurobindo: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહમાં સહભાગી થયા

ગાંધીનગર, 13 ડિસેમ્બર: Birth anniversary of maharishi aurobindo: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહર્ષિ અરબિંદોની ૧પ૦મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આજે (૧૩ ડિસેમ્બર ના રોજ) આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિડીયો કોન્ફરન્સ સંબોધનમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.

Birth anniversary of maharishi aurobindo

ભારતની સ્વતંત્રતા ચળવળમાં વિચારશીલ નેતૃત્વ અને દેશની આઝાદી માટે અરબિંદોની ભૂમિકાની યાદમાં વડાપ્રધાનની ઉપસ્થિતીમાં આ અવસરે ટપાલ ટિકીટ તેમજ સ્મૃતિ કોઇન સીક્કાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહર્ષિ અરબિંદોની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણી અંગેની વડાપ્રધાનની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતીના સભ્ય તરીકે આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પાઠવવામાં આવ્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલ આ આમંત્રણનો સ્વીકાર કરીને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ સમારોહમાં જોડાયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મહર્ષિ અરબિંદો ૧૮૯૩થી ૧૯૦૬ એટલે કે ૧૩ વર્ષ જેટલા સમય સુધી ગુજરાતના વડોદરામાં રહ્યા હતા. આ સંદર્ભમાં, રાજ્ય સરકારે પણ અરબિંદોની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણીના રાજ્યવ્યાપી આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સમિતીની રચના કરેલી છે.

એટલું જ નહિ, રાજ્ય સરકારના યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગ દ્વારા આ ઉજવણી અંગેના વિવિધ કાર્યક્રમો જન સહભાગીતાથી હાથ ધરવાનું વિસ્તૃત કાર્ય આયોજન પણ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Palanpur-bhuj-palanpur train canceled: પાલનપુર-ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ્દ, જાણો સંપૂર્ણ વિગત…

Gujarati banner 01