shop case

BJP corporator threat: ‘દુકાન મને આપી દે, નહીં તો જાનથી મારી નાખીશ’ ભાજપ કોર્પોરેટરની ધમકી, કહ્યુ- ‘હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારૂ કશુ બગાડવાનો નથી..’

BJP corporator threat: ખોખરા વોર્ડના ભાજપ કોર્પોરેટર ચેતન પરમાર વિરૂદ્ધ કમિશનર કચેરીમાં અરજી

અમદાવાદ, 25 ઓગષ્ટઃ BJP corporator threat: ‘પોલીસમાંથી ફરિયાદ પાછી લઇ લેજે નહીં તો તારા હાથ પગ ભાગી નાખીશ આ દુકાન વેચાણ ખાતે મારે લેવાની છે, હું ભાજપનો કોર્પોરેટર છું. તું મારૂ કશુ બગાડવાનો નથી..’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખોખરા વોર્ડના કોર્પોરેટર ચેતન પરમાર વિરૂદ્ધ કમિશનર કચેરીમાં અરજી દાખલ થઇ છે. અરજીમાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ભાડે આપેલી દુકાન ખાલી ન કરાવવા બાબતે અરજદારને ધમકાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Schools reopening: ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

ખોખરા વિસ્તારમાં સર્વોદયનગર ખાતે રહેતા સુથાર અશોકકુમાર જયંતિલાલે પોતાની અરજીમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ખોખરા સર્કલ પાસે રાધે મોલમાં પોતાની દુકાન ધરાવે છે. જે શાસ્ત્રી દિપકકુમાર સરયુદાસને ભાડે આપેલી છે. જો કે ભાડાનો કરાર પૂરો થઇ ગયા હોવા છતાં ભાડા કરાર કરવામાં આવતા નથી. કોઇ બહાના કાઢી સમય પસાર કરતા હતા. અને દુકાન ખાલી કરતા ન હતા. આ બાબતે અશોકકુમારે અમરાઇવાડી પોલીસ મથકે લેખિતમાં અરજી પણ કરી હતી.

અરજદાર અશોકભાઇએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પરમાર માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ચેતન પરમારે ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, દુકાન દીપક શસ્ત્રી ખાલી નહીં કરે તારી દુકાન મને વેચી દેવાની છે. એટલું જ નહીં ભાજપના કોર્પોરેટના માણસો પણ દુકાન ખાતે આવી ધમકી આપી દુકાન સીલ કરાવી દેવાનું કહી ચેતન પરમારને મળવા જણાવ્યું હતું.

ત્યારબાદ અશોકભાઇ કોર્પોરેટ ચેતન પરમારને મળવા માટે તેમની ઓફિસે ગયા હતા. ચેતન પરમારે તેમની ઓફિસમાં અશોકભાઇ સાથે બહુદા વર્તન આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ધમકી આપતા કોર્પોરેટરે જણાવ્યું હતું કે, આ દુકાન દિપક શાસ્ત્રી ખાલી કરવાનો નથી. તે મારો માણસ છે. પોલીસમાંથી ફરિયાદ પાછી લઇ લેજે નહીં તો તારા હાથ પગ ભાગી નાખીશ. આ દુકાન વેચાણ ખાતે મારે લેવાની છે. આ દુકાન તું મને બેદિવસમાં સોંપી દે નહીં તો તારી બંન્ને દુકાનો સીલ કરાવીશ અને તારા વેપાર ધંધો બંધ કરાવી દઇશ. હું ભાજનો કોર્પોરેટર છું. તું મારૂ કશુ બગાડવાનો નથી. ત્યારે આ મામલે અશોકકુમારે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરી છે

Whatsapp Join Banner Guj