cr patil CM at kamalam

BJP pradesh karobari: ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક શરૂ, 2022ના રોડ મેપની તૈયારીનો આરંભ

BJP pradesh karobari: વિધાનસભાની ચૂંટણીની ચિંતા કરીને ગુજરાતના તમામ ક્ષેત્ર સુધી આગળ વધે છે અને ચૂંટણીમાં પ્રભુત્વને કેવી રીતે મેળવી શકાય તેને લઈને ચિંતન મનન માર્ગદર્શન અપાશે.

ગાંધીનગર, 23 મે: BJP pradesh karobari: 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષે પોતાની આગવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે પ્રદેશ કારોબારીની કમલમ ખાતે બેઠક યોજવામાં આવી છે. પ્રદેશ ભાજપની બેઠકમાં મિશન 2022ના આગામી કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવશે. ખાસ કરીને થોડા દિવસ પહેલાં જ ચિંતન શિબિર મળી હતી. ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કારોબારીની બેઠક યોજાઈ છે.  

2022ના રોડ મેપની તૈયારીનો આરંભ બીજેપી કરી રહી છે. ત્યારે આ પ્રદેશ કારોબારીમાં સંગઠનની પ્રક્રિયા છે. તે મુજબ રાષ્ટ્રીય કારોબારી મળ્યા બાદ જ પ્રદેશ કારોબારી મળતી હોય છે અને ત્યાર બાદ જિલ્લા કારોબારી અને મંડળ કારોબારીની બેઠક આગામી સમયમાં મળશે.   ભાજપ વિધાનસભાની ચૂંટણીનું આયોજન અને ચિંતન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સરકારના વિકાસના કાર્યોને કેવી રીતે આગળ પહોંચાડી શકાય તેને લઈને પ્રદેશના મોવડીઓ સમક્ષ કામગીરી મુકવામાં આવશે.

BJP pradesh karobari: પ્રદેશના હોદ્દેદારો, પ્રમુખો, ધારાસભ્ય, સાંસદ તેમજ મુખ્ય આગેવાનોને વિશિષ્ટ ટીમ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ચિંતા કરીને ગુજરાતના તમામ ક્ષેત્ર સુધી આગળ વધે છે અને ચૂંટણીમાં પ્રભુત્વને કેવી રીતે મેળવી શકાય તેને લઈને ચિંતન મનન માર્ગદર્શન આજે સી.એમ. અને સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો..50 new e-buses in Ahmedabad: AMTSમાં આવનારી 50 નવી ઈ-બસ બીઆરટીએસના ધારા ધોરણ મુજબ દોડાવાશે

Gujarati banner 01