Surat collector exam meeting

Board Exam Information: સુરત જિલ્લામાં યોજાનારી ધો.10 અને 12ની પરીક્ષા અંગે અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Board Exam Information; સુરત જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ સુધી યોજાનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા અંગે અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું

  • Board Exam Information: પરીક્ષાના સમયગાળા દરમિયાન ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા, લાઉડસ્પીકર વગાડવા, ઝેરોક્ષ ચાલુ રાખવા કે વાહનો ઊભા કરવા પર પ્રતિબંધ

સુરત, 01 માર્ચ : Board Exam Information: આગામી તા.૧૧/૩/૨૦૨૪થી ૨૬/૩/૨૦૨૪ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા સુરત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કેન્દ્રો પર લેવાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ નાં પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ પરીક્ષણ સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.

જે મુજબ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર. વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ પણ વાંચો:- Fire in Dhaka: ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગ, 43 લોકોનાં મોત- વાંચો વિગત

આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉનહોલ, સ્મશાન યાત્રા કે પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા અને પ્રાર્થના માટે જતી બોનાફાઇડ વ્યક્તિઓને તેમજ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવીને ભરાતી સભાને લાગુ પડશે નહિ. અ હુકમનો અમલ તા.૧૧/૩/૨૦૨૪થી ૨૬/૩/૨૦૨૪ સુધી કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

શહેર-ગ્રામ્ય વિસ્તારના તમામ પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓ માટે આરોગ્યની સુવિધા સુનિશ્ચિત કરવા કલેક્ટરનો અનુરોધ

આગામી તા,૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટરઓ સાથે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી, નિવાસી અધિક કલેકટર વિજય રબારી અને જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર, ડી.સી.પી. હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને ટ્રાફિક સંચાલન, પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિડીઓ કોન્ફરન્સ બાદ કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ સુરત જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં પરીક્ષા દરમિયાન ગરમીના વાતાવરણને ધ્યાને લઈ કલેક્ટરએ આરોગ્ય વિભાગને ગ્રામ્ય અને શહેરોના દરેક પરીક્ષા કેન્દ્રો પર આગમચેતીના ભાગરૂપે આરોગ્યની જરૂરી સુવિધા ગોઠવવા અનુરોધ કર્યો હતો. તેમજ શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ઉદ્દભવતી ટ્રાફિકની સમસ્યાનો ઉલ્લેખ કરી બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું.

જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપી હતી. તેમજ પેપરો પરીક્ષા સ્થળ સુધી સુરક્ષિતરૂપે પહોંચે ત્યાં સુધી દરેક તબક્કાની માહિતી આપતી રાજ્ય સરકારની PATA(પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશન) મોબાઈલ એપ વિષે જાણકારી આપી હતી.
બેઠકમાં વિવિધ વિભાગોના કર્મચારી/અધિકારીઓ હાજર રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો