share market up

Share Market: મહિનાના પહેલા દિવસે લીલા નિશાન સાથે માર્કેટ શરુ, સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500- વાંચો વિગત

Share Market: ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજારમાં શરૂઆતી દબાણ બાદ ટ્રેડિંગના અંતે ખરીદી જોવા મળી હતી.

બિઝનેસ ડેસ્ક, 01 માર્ચઃ Share Market: માર્ચ મહિનાના પહેલા દિવસની શરૂઆત શેરબજારમાં તેજી સાથે થઈ છે. બજારના મુખ્ય સૂચકાંકો સકારાત્મક ખુલ્યા છે. બજારને મજબૂત આર્થિક ડેટાથી સમર્થન મળી શકે છે. સાથે જ વૈશ્વિક સંકેત પણ સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી પણ 22200ની નજીક ઝડપથી કારોબાર કરી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500 પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Fire in Dhaka: ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગ, 43 લોકોનાં મોત- વાંચો વિગત

Stock Market Opening (01 March 2024)

  • SENSEX  : 72,606.31  +106.02 (0.15%)
  • NIFTY      : 22,048.30 +65.50 (0.30%)

નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો શરૂ થઈ ગયો છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજારમાં શરૂઆતી દબાણ બાદ ટ્રેડિંગના અંતે ખરીદી જોવા મળી હતી. જે બાદ નિફ્ટી 22 હજારના સ્તરની થોડી નજીક બંધ થયો છે. બજાર બંધ થયા બાદ જીડીપીના આંકડા સામે આવ્યા છે જે તમામ અંદાજો કરતા ઘણા વધારે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો