Akshay kumar edited

બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો અક્ષય કુમાર

Akshay kumar edited

મુંબઇ,29 ડિસેમ્બરઃ બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર દર વર્ષે તેમની એક્શન ફિલ્મ્સ દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે. અક્ષય એવા કલાકારોમાંથી એક છે જે વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. તેમણે લોકડાઉનમાં તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો, પરંતુ લોકડાઉન ખુલતા જ તેમણે તરત જ શૂટિંગ શરૂ કરી દીધું હતું. જોકે આ દિવસોમાં અભિનેતા તેમની ફી વધારવાના સમાચારને લઈને ચર્ચામાં છે.

whatsapp banner 1

સુત્રો મુજબ લોકડાઉન બાદ તેની ફીમાં કરોડો રૂપિયાનો વધારો થઈ ગયો છે. અક્ષયકુમારે પોતાની ફી એટલી વધારી દીધી છે કે સાંભળી તમે પણ ચોંકી જશો. નોંધનીય છે કે અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરે છે. ફોર્બ્સ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સ 2020 માં, તે વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.
 
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી વધુ ફી લેનારા કલાકારોમાંથી એક છે. અક્ષય દર વર્ષે 2 થી 3 મૂવી લાવે છે. તેની આવતા વર્ષે એક કે બે નહીં પણ કુલ 8 ફિલ્મો રજૂ થશે. એક અહેવાલ મુજબ, લોકડાઉનના થોડા મહિનામાં જ અક્ષયે તેની ફી 98 કરોડથી વધારીને 108 કરોડ કરી દીધી છે.  દરેક પ્રોડયુસર અક્ષયને લેવા માંગે છે. તેવામાં પોતાની ડીમાંડ જોતાં અક્ષય વર્ષ 2022 માં રીલીઝ થનારી પોતાની દરેક ફિલ્મ માટે તેઓ ફી તરીકે 135 કરોડ રૂપિયા લેશે. તાજેતરમાં જ અક્ષયની ફિલ્મ લક્ષ્‍મી રીલીઝ થઈ હતી અને સુર્યવંશી પણ બનીને રિલીઝતૈયાર થઈ ચુકી છે.

આ પણ વાંચો…

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું