DishaPatani759

પાકિસ્તાન દ્વારા બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીને મળી રહી છે હત્યાની ધમકી- જાણો શું છે કારણ?

DishaPatani759

બોલિવુડ ડેસ્ક, 22 જાન્યુઆરીઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીને લઇને મોટા સમાચાર જાણવા મળ્યા છે. મળેલા અહેવાલ અનુસાર, એક્ટ્રેસને પાકિસ્તાનથી સતત હત્યાની ધમકીઓ મળી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસને છેલ્લા ઘણા દિવસોથી ફોન થકી ધમકીઓ આપવામા આવી રહી છે, આ ધમકીઓ પાકિસ્તાનના એક નંબર પરથી મળી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કોલ્સ માત્ર એક્ટ્રેસ દિશા પટણીને નહિં પરંતુ પોલીસને પણ કરવામા આવી રહ્યાં છે. ફોન પર દિશાને સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવા નહિંતર હત્યા કરાશે તેવી ધમકી આપવામા આવી છે.

Whatsapp Join Banner Guj

દિશાના વર્કફ્રંટની વાત કરીએ તો અત્યારના સમયમાં ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે. આ સાથે એક્ટ્રેસ દબંગ ખાન એટલે સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહી છે. આ અગાઉ ‘ભારત’ ફિલ્મના ગીત ‘સ્લો મોશન’માં સલમાન અને દિશાની કેમિસ્ટ્રી લોકોને ઘણી ગમી હતી. તાજેતરમાં જ સલમાન ખાને આ ફિલ્મને થિએટર્સમાં રીલિઝ કરવાની વાત કહી હતી.આ ફિલ્મ ઈદ પર રીલિઝ થશે. આ ફિલ્મમાં દિશા અને સલમાન ખાન ઉપરાંત જેકી શ્રોફ પણ છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

અયોધ્યા વિવાદ કેસમાં અંતિમ ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા વધારાઈ, જાણો શું છે કારણ?