Bridge collapse in Morbi 35 death: મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાથી 35ના મોત; CM અને ગૃહમંત્રી રૂબરૂ પહોંચશે

Bridge collapse in Morbi 35 death: મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાથી 35ના મોત, 70ને બહાર કઢાયા, CM અને ગ્રુહમંત્રી રૂબરૂ પહોંચશે

દુર્ઘટના સમયે 150 લોકો ત્યાં બ્રિજ પર જ હાજર હતા. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું 35 જેટલા નું અંદાજે થયું છે મોત

મોરબી, 23 ઓક્ટોબર: Bridge collapse in Morbi 35 death: મોરબી ઝૂલતો બ્રિજ પડી જતા મોટી દુર્ઘટના બની હતી. નવો બ્રિજ તાજેતરમાં જ બન્યા બાદ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . 6:15 વાગે આ બ્રિજ પડ્યો હતો.

દુર્ઘટના સમયે 150 લોકો ત્યાં બ્રિજ પર જ હાજર હતા. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું 35 જેટલા નું અંદાજે થયું છે. રાજ્ય સરકારે પણ પુષ્ટિ સત્તાવાર રીતે કરી છે 70 થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ કરી છે. જોકે આંકડો મૃત્યુનો વધી શકે તેવી પણ શક્યતા છે.

મોરબીમાં બ્રિજ પડવાથી 35ના મોત થયા હોવાની વાત સામે આવી છે. 70ને બહાર કઢાયા, CM અને ગ્રુહમંત્રી રૂબરૂ થોડીવારમાં પહોંચશે.

કેમકે એક પછી એક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. 100 જેટલા તરવૈયાઓ અત્યારે મોરબી બ્રિજ નીચે પાણીનીમાં જઈ બચાવ કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો..A major disaster in Morbi bridge collapses: મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના; 500 જેટલા લોકો પુલ પર હતા

ગાંધીનગરથી એનડીઆરએફ ની ટીમ પણ મોકલવામાં આવી રહી છે. ખાસ કરીને એમ્બ્યુલન્સની લાઈનો અત્યારે મોરબીમાં જોવા મળી રહી છે. રાજકોટથી તેમજ ગુજરાતમાં વિવિધ જગ્યાએથી તંત્ર એ મદદ પહોંચાડી છે.

દુર્ઘટના સમયે પહોંચેલા બ્રિજેશ મેરજા એ કહ્યું કે, આ દુઃખદ ઘટનાનું ખૂબ જ દુઃખ છે. આ ઘટના ના સમાચાર જાણીને સંવેદના વડાપ્રધાને વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ પણ ઘટના વિશે માહિતી મેળવી છે. લોકોને બચાવી હોસ્પિટલ સુધી લઈ જઈ રહ્યા છીએ. જે લોકોના મૃત્યુ થયા છે તે ખરા અર્થમાં અનુકંપા જન્માવે તેવી છે અને તેનું ખૂબ જ દુઃખ છે. મોરબીની પ્રજા, તંત્ર અત્યારે દુર્ઘટનાગ્રસ્ત લોકોની સાથે છે. મોરબીના જાહેર જીવનના આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા ખડે પગે ઊભા રહી બચાવ કામગીરી કરી રહ્યા છે.

Gujarati banner 01