Morbi bridge down

A major disaster in Morbi bridge collapses: મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના; 500 જેટલા લોકો પુલ પર હતા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો(A major disaster in Morbi bridge collapses)

અહેવાલ: જગત રાવલ
જામનગર, 30 ઓક્ટોબર
: A major disaster in Morbi bridge collapsesL અનેક લોકો પુલ પરથી પટકાયા,500 જેટલા લોકો પુલ પર હતા,100 લોકો મચ્છુમાં પડ્યાની આશંકા લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં,નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે.


આ પુલ છેલ્લા ઘણા સમયથી રિપેરીંગ કામને કારણે બંધ હતો. પરંતુ તેનું સમારકામ પૂર્ણ થઈ જતાં આ પુલ નવા વર્ષથી ફરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હોવાની માહિતી મળી રહી છે. 

આ ઘટનામાં પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સંદર્ભમાં મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે. મોરબી દુર્ઘટનાના સમાચાર સાંભળીને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ હવાઈ માર્ગે ઘટના સ્થળે જવા રવાના થયા.

પ્રધાનમંત્રી એ મોરબીમાં દુર્ઘટનાના પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનાના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

“PM @narendramodiએ PMNRF તરફથી મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓ માટે રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.”

આ પણ વાંચો..PM Modi inaugurated C-295 transport aircraft unit: વડાપ્રધાન મોદીએ ભારતના સૌ પ્રથમ સી-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો

Gujarati banner 01