Eco zone protest

ઈકો સેન્સિટિવ ઝોનના ના નામે કાચી એન્ટ્રી પાડી આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ: બિટીપી ધારાસભ્ય મહેશ વસાવા

Eco zone protest
  • ઈકો સેન્સિટિવ ઝોનના ના નામે કાચી એન્ટ્રી પાડી આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ: બિટીપી ધારાસભ્ય મહેશ વસાવા
  • ઈકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે: બિટીપી ધારાસભ્ય મહેશ વસાવા
  • સરકાર આદિવાસીઓના હક પર હુમલો કરવાનું બંધ નહિ કરે તો અમે હક માટે જેલ ભરો આંદોલન કરતા ખચકાઈશું નહિ: બિટીપી ધારાસભ્ય મહેશ વસાવા

ઈકો સેનસોટીવ ઝોન જો રદ નહિ થાય તો દેશના 12 કરોડ આદિવાસીઓ આંદોલન કરશે: બિટીપી ધારાસભ્ય મહેશ વસાવા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૪ ડિસેમ્બર: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તાર ને કેન્દ્ર સરકારે ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કર્યો છે અને એમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-121 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP ની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના આદિવાસીઓ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવા નર્મદા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા, અને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો.

whatsapp banner 1

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ સરાધ વસાવા, બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી ઓએ નર્મદા કલેકટર ડી.એ.શાહને રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનને લીધે 121 ગામના લોકો વિસ્થાપિત થશે તેઓ જમીન વિહોણા થઈ જશે.એ વિસ્તારના ગામ લોકોની જમીનમાં ઈકો સેન્સિટિવ ઝોનના નામે ૧૩૫ ની કાચી એન્ટ્રી પાડવાની કામગીરી ચાલી રહી છે, જે આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની મેલી મુરાદ છે.

Eco zone protest 2

બિટીપી ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનના ના બહાને સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરકારે આદિવાસીઓની જમીનો છીનવી લઈ એમને રંજાડવાનું કામ કર્યું છે.અમે ઈકો સેન્સિટિવ ઝોન કાયદાને કદી પણ નહીં સ્વીકારીએ, સરકાર આદીવાસી વિસ્તારમાં જે યોજનાઓ ચાલુ કરી છે એ બંધ નહિ કરે તો અમેં જલદ આંદોલન કરીશું.

Eco zone protest 4

ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકીય તના સભ્યો જો આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને અસ્તિત્વને બચાવવા એક નહિ થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ એવા તમામ નેતાઓને ઘર ભેગા કરશે.ભાજપ કોંગ્રેસ બન્નેવ એક થઈ સરકારનો હાથા બની ગયા છે.ઈકો સેનસોટીવ ઝોન જો રદ નહિ થાય તો દેશના 12 કરોડ આદિવાસીઓ આંદોલન કરશે, જો સરકાર આદિવાસીઓના હક પર હુમલો કરવાનું બંધ નહિ કરે તો અમે અમારા હક માટે જેલ ભરો આંદોલન કરવા પણ ખચકાઈશું નહિ અને આગળ લડત લડતા રહીશું.

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *