moti vasava

સાંસદ ના પગલે બીજેપી માજી ધારાસભ્ય એ ઇકો ઝોન નો વિરોધ કરવા સરપંચો ને શું કરી અપિલ જાણો વિગત…

  • નર્મદા જિલ્લા માં ઇકો સેન્સિટિવ ઝોન નો વિરોધ વધતો જાય છે.
  • સાંસદ ના પગલે બીજેપી માજી ધારાસભ્ય એ ઇકો ઝોન નો વિરોધ કરવા સરપંચો ને અપિલ કરી.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૪ ડિસેમ્બર: નર્મદા જિલ્લા ના ૧૨૧ ગામો ને ઇકો સેન્સિટિવ ઝોન માં સમાવવા નો વિરોધ વધતો જાય છે અને આ વિરોધ માટે ભાજપ સાંસદ ની સાથે માજી ધારાસભ્ય એ પણ તેમનો સુર પુરાવ્યો છે ડેડીયા પાડા ભાજપ ના પૂર્વ એમ એલ એ અને પૂર્વ વનમંત્રી એવા મોતી સિંહ વસાવા એ જિલ્લાના સરપંચોને ઇકો સેન્સેટીવ ઝોન નો આગામી દિવસોમાં મળનારી ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ કરવા એક પત્ર લખી આહવાન કર્યું છે

માજી ધારાસભ્ય ના જણાવ્યા મુજબ ગ્રામસભામાં મળેલા બંધારણીય હક અનુસૂચિ પાંચ મુજબ તેમજ પેસા એક્ટ મુજબ ગ્રામસભાને તમામ અધિકાર છે અને એ અધિકારોનો ઉપયોગ કરી ઇકો સેન્સેટીવ ઝોન નો વિરોધ કરતો ઠરાવ કરવા સરપંચોને અપીલ કરી છે તેમનો આ પત્ર આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પત્રમાં માજી ધારાસભ્ય ઇકો ઝોન નો વિરોધ કરવા અને તે રદ કરવા સંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને લખેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે આમ નર્મદા જિલ્લાના ચાર તાલુકાના ૧૨૧ ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાં કેન્દ્ર સરકારે સમાવેશ કરતા હવે સત્તાધારી ભાજપ માં જ તેનો વિરોધ વધતો જાય છે અને આગામી દિવસોમાં મળનારી ગ્રામ સભામાં પણ ઈકો ઝોન કરતા ઠરાવો થશે તે નિશ્ચિત મનાય છે

whatsapp banner 1

ત્યારે કેન્દ્ર સરકાર ભાજપમાં જ વધતા જતા વિરોધી સુર ને ધ્યાનમાં લઇ ઈકો સેન્સીટીવ ઝોન નું જાહેરનામું રદકરે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે તો બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે પણ ઈકો સેન્સીટીવ ઝોન ગ્રામજનો માટે નુકસાન કારક નથી અને શા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે તેની સ્પષ્ટતા કરતી અખબારી યાદી પણ પ્રસિદ્ધ કરી છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું

આ પણ વાંચો…

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *