Camp for disabled persons held in ambaji

Camp for disabled persons held in ambaji: અંબાજીમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિના મૂલ્ય સાધન સહાય માટેનો કેમ્પ યોજાયો

Camp for disabled persons held in ambaji: રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આજે રોટરી ક્લબ અંબાજી હોલ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો

રીપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 23 ફેબ્રુઆરી: Camp for disabled persons held in ambaji: અંબાજી સહિત ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં દિવ્યાંગ લોકો જેમાં ખાસ કરીને પોલિયોગ્રસ્ત કે કેલિપર્સ જેવા જેમના કોઈપણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે પગ કપાયેલા હોય તેમને કુત્રિમ પગ (જયપુરકૂટ) તેમજ કોણીથી નીચે કપાયેલા હાથવાળા વ્યક્તિઓ ને કુત્રિમ હાથ તથા વોકિંગ સ્ટિક વિનામૂલ્ય આપવા માટેનો એક કેમ્પ અંબાજી રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

ખાસ કરીને આ કેમ્પમાં રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આજે રોટરી ક્લબ અંબાજી હોલ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અંબાજી સહીતના આસપાસ વિસ્તારમાંથી આવેલા 54 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓના કુત્રિમ હાથ અને પગ માટે ના માપ લેવામાં આવ્યા હતા આ જે લોકો ના માપ લેવામાં આવ્યા છે.

તેમને સુચારુ અને વ્યવસ્થિત રીતે હાથ પગ હલનચલન થઇ શકે તે રીતે તેમને જયપુરફૂટ વિનામૂલ્ય ફિટિંગ કરી આપવામાં આવશે આગામી 21 માર્ચ ના રોજ બનાસકાંઠા ના જગાણા ગામ ખાતે તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ને ફરી સાધન આપવા માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Train timing changed news: અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો