PM modi digital india speech

CAPF exam can given in 13 languages: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, જાણો વિગતે…

  • સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે

CAPF exam can given in 13 languages: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાહિતકારી નિર્ણય માટે વડાપ્રધાન-ગૃહમંત્રીનો સમગ્ર ગુજરાતના યુવાનો વતી આભાર માન્યો

અમદાવાદ, 15 એપ્રિલ: CAPF exam can given in 13 languages: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ-સી.એ.પી.એફ.ની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ યુવા હિતકારી નિર્ણયને પરિણામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લાખો ઉમેદવારોને હવે સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા પોતાની માતૃ ભાષા માં આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે.

તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી યુવા શકિતનો સી એ પી એફ માં જોડાઈને રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે સાથોસાથ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન પણ મળશે.

આ પણ વાંચો: Saurashtra: દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો