Devayat Khavad

Case of beating of a youth by devayat khavad: લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા યુવકને માર મારવા મામલે થયો મોટો ખુલાસો, વાંચો…

Case of beating of a youth by devayat khavad: દેવાયત ખવડ કાવતરું રચીને મારવા ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું….

અમદાવાદ, 27 ડિસેમ્બર: Case of beating of a youth by devayat khavad: રાજકોટમાં દેવાયત ખવડ દ્વારા યુવકને માર મારવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા છે. દેવાયત સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં રિમાન્ડ બાદ જેલ હવાલે છે.

રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલમાં છે. ગત 19 ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતાં. જોકે અહીં નોંધનીય છે કે, દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં તેને કોર્ટમાં રજૂ કરતા દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: Morning routine tips: ભૂખ્યા પેટે ક્યારે પણ ન કરો આ 4 કામ, નહીંતર…

Gujarati banner 01