CCTV

CCTV surveillance on traffic violators: અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પર CCTVની બાજ નજર, વાંચો…

CCTV surveillance on traffic violators: અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર 2146 નવા CCTV લાગશે, રોજ 10 હજાર ઈમેમો ઈશ્યૂ થશે…

અમદાવાદ, 19 ડિસેમ્બર: CCTV surveillance on traffic violators: અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર નવા 2146 નવા CCTV કેમેરા લાગશે. જોકે હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે. જોકે હવે નવા 4 હજાર 497 કેમેરા થશે જેનાથી ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.

અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો. કારણકે AMC દ્વારા હવે નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. નોંધનીય છે કે, હાલ અમદાવાદ શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

AMC દ્વારા નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાયા બાદ હવે કુલ 4497 કેમેરા થશે. જેનાથી ઈમેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. આ સાથે વધુ CCTV કેમેરા હોવાથી સ્ટંટબાજ, ભાગેડુ આરોપી પણ પકડાશે.

આ પણ વાંચો: Sant kalicharan maharaj on pathan movie: પઠાન ફિલ્મ પર આ સંતે આપી ધમકી, જાણો શું કહ્યું…

Gujarati banner 01