Celebrating International Womens Day

Celebrating International Women’s Day: ઉનો મીંડા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Celebrating International Women’s Day: ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેમાં રમતગમત અને ગરબા નું પણ આયોજન કરવામાં આવેલ.

અમદાવાદ, 07 માર્ચ:- Celebrating International Women’s Day: અમદાવાદના દેત્રોજ તાલુકામાં આજરોજ ઉનો મીંડા ગ્રુપ ના CSR સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના ઉપલક્ષમાં સેંટર તથા ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેમાં રમતગમત અને ગરબા નું પણ આયોજન કરવામાં આવેલ.

જેમાં દેત્રોજ તાલુકાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કાદંબરીબેન ત્રિવેદી તથા દેત્રોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હેતલ બેન, કાજલબેન, રમીલાબેન અને સમર્થ જ્યોતિ સેંટર ના હેડ યોગીતા બેન, ગીરાબેન, ઉનો મીંડા ગ્રુપના રિજનલ હેડ પ્રવિન સિંઘ રાવત, હાર્દિક રામાનુજ, નીરજ કુમાર, મીંડા રીકા પ્લાન્ટ ના પ્લાન્ટ હેડ બાબુલાલ બિશ્નોઇ, HR હેડ સન્ની હઝારે, મીંડા કોસાઈ ના પ્લાન્ટ હેડ આનંદ કુમાર, HR હેડ અભય કિશોર, મીંડા લાઈટિંગ ના HR હેડ રૂપેશ, સુમન નિર્મલ મીંડા સ્કૂલ ના વાઇસ પ્રિન્સીપલ સંગીત શિવમ તથા ગામ ના અન્ય વડીલ મહિલાઓ રૂક્ષ્મણી બા અને કુંવર બેન ડોડીયા એ હાજર રહી અને ઉનો મીંડા ગ્રુપ ની પ્રશંશા કરી.

આ પણ વાંચો:- Mahashivratri Prasad: મહાશિવરાત્રી પર ભોળાનાથને ધરાવો આ પ્રસાદ, શિવજી તમારી મનોકામના કરશે પૂર્ણ

ગામ ના મહિલાઓ સાથે પોતાના અનુભવો ની વાત કરી અને મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વિષે વાત કરી. પોલીસ અધિકારી દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ, ઘરેલુ હિંસા અને બચાવ વિશે માહિતગાર કર્યા તથા પોલીસ હેલ્પલાઈન 100, 112 અને 1930 વિષે જાગૃતતા આપી અને તાલુકા ડેવલપમેન્ટ અધિકારી દ્વારા સ્વછતા અભિયાન વિષે ખાસ યોજના અને સ્વછતા માટે આંદોલન સમું કામ કરવા પ્રોત્સાહિત કર્યા તથા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા સબસીડી વિશેની માહિતી આપી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો