65th rail week

65 મા રેલ સપ્તાહની ઉજવણી પ્રસંગે અમદાવાદ ડિવિઝન ખાતે મહાપ્રબંધક પુરસ્કાર વિજેતાઓ માટે સન્માન સમારંભનું આયોજન

Celebration of Honor Ceremony for General Manager Award Winners on Ahmedabad Division during 65th Railway Week Celebration

અમદાવાદ, ૨૪ ડિસેમ્બર: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે 65 મા રેલ સપ્તાહ દરમિયાન મહાપ્રબંધક પુરસ્કાર વિજેતાઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. વર્તમાન પરિદ્રશ્યમાં વૈશ્વિક મહામારીને જોતા આને સ્થાનીક સ્તરે આયોજિત કરવામાં આવેલ.વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનિલ બિશ્નોઈને જણાવ્યુ કે પશ્ચિમ રેલવે દ્વારા 65મો રેલ સપ્તાહના આયોજન દરમિયાન મહાપ્રબંધક શ્રી આલોક કંસલે 14 રેલકર્મિઓને વર્ચુલ માધ્યમથી પુરસ્કુત કર્યા.

whatsapp banner 1

આ સમારોહમાં ડીઆરએમ શ્રી દીપક ઝા એ મુંબઈમાં આયોજીત સમારોહમાં મહાપ્રબંધક શ્રી કંસલ થી સંબંધિત વિભાગોની 11 દક્ષતા શીલ્ડ પણ મેળવ્યા. ડીઆરએમ કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં શ્રી ઝા એ તમામ સંબંધિત વિભાગોને શીલ્ડ તથા પુરસ્કૃત રેલ કર્મિઓને વ્યક્તિગત રીતે પદક તથા સમ્માન પત્ર વિતરિત કર્યા. સમ્માન પ્રાપ્ત રેલકર્મિઓમાં શ્રી નિતિન કુમાર સૈની, યજુષ આચાર્ય, વિનોદ કુમાર, સમીર પટેલ, દર્શન ભટ્ટ, પ્રભુ લાલ બધેલ, રાજેશ સિંહ, પીયૂષ ખંડારે, કાંતા વી, શક્તિ સિંહ રાજાવત, કલ્પેન્દ્ર સોલંકી, ધર્મેન્દ્ર કુમાર વિજ, રામ નરેશ યાદવ તથા અવનિન્દ્ર મિશ્રાએ પોત-પોતાના વિભાગોમાં પ્રશસનીય કામગીરી માટે પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા.

Celebration of Honor Ceremony for General Manager Award Winners on Ahmedabad Division during 65th Railway Week Celebration

મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ તમામ પુરસ્કૃત રેલકર્મિઓ અને રેલ અધિકારીઓને અભિનંદન આપતાં જણાવેલ કે મંડળે આ વર્ષે સર્વાધિક 11 દક્ષતા શિલ્ડ પ્રાપ્ત કરેલ છે.જે આજસુધીનો રેકોર્ડ છે.જેમાં વાણિજ્ય,ઈન્ટર ડિવિઝનલ ટ્રેક મેન્ટેનન્સ શીલ્ડ,એકાઉન્ટ્સ,એનર્જી એફિશિયંસી શીલ્ડ,મિકેનિકલ, ઓપરેટીંગ, બેસ્ટ લોડિંગ એફર્ટ શીલ્ડ,પર્સનલ વિભાગનું શીલ્ડ,સેફ્ટી શીલ્ડ તથા મહાપ્રબંધક દક્ષતા શીલ્ડ તથા પર્યાવરણ પ્રબંધન ટ્રોફી સહિત કુલ 11 દક્ષતા એવોર્ડ જીતીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરેલ છે.તેમણે આ સ્વર્ણિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય મંડળના કર્મનિષ્ઠ રેલ અધિકારીઓ અને સ્ટાફની સખત મહેનત અને ટીમ વર્ક ને આપતાં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આપેક્ષા દર્શાવી હતી કે આવી સફળતા આગળ પણ જાળવી રાખવાનો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવશે.કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરતાં આ સમારંભનું આયોજન કરાયેલ.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંધટન અમદાવાદની અધ્યક્ષા શ્રીમતી પ્રિતી ઝા તથા તેમની કાર્યકારી સભ્યો,અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે તથા અન્ય અધિકારીગણ તથા સિમિત સંખ્યામાં રેલકર્મિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમનાં અંતમાં સહાયક કાર્મિક અધિકારી શ્રી રિતેશ રંજને કાર્યક્રમનાં સફળ આયોજન માટે તમામ વિભાગો અને રેલ કર્મિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઉપાસના ભટ્ટ પટેલે કર્યું હતું

આ પણ વાંચો….

loading…