Kankaria carnival

Change in timings of kankaria carnival: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરાયો, આવો જાણીએ…

  • કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે

Change in timings of kankaria carnival: કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

અમદાવાદ, 26 ડિસેમ્બર: Change in timings of kankaria carnival: રવિવારના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મુક્યો હતો. જો કે, કોરોનાની દહેશતના પગલે AMCએ એક મોટો નિર્ણય લીધો છે. કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે. અગાઉ કાર્નિવલ સાંજે 7 થી 10 કલાક સુધી ચાલવાનો હતો. કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ લોકો રાતે એકત્ર ન થાય તે માટે AMCએ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ કાર્નિવલ 31મી ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે.

અહીં સરેરાશ 20 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે. નાના બાળકો મનોરંજન માણી શકે તે માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. AMC દ્વારા અહીં આવનારા લોકોને માસ્ક આપવામાં આવે છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તે ઉપરાંત 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: Drugs seized from indian border: ભારતીય જળ સીમામાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

Gujarati banner 01