Charas Seized in Surat

Charas Seized in Surat: સુરતમાં ચરસના જથ્થા સાથે 3 ઝડપાયા, વાંચો વિગતે…

Charas Seized in Surat: ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ વધુ ચાર કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

સુરત, 22 સપ્ટેમ્બરઃ Charas Seized in Surat: શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત થોડા સમય અગાઉ હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી.

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજી-પીસીબીને મળી હતી. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. અફીણનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. તમામ ચરસના મોટાભાગના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધો હતો. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ લીધા હતા.

જમીનમાં દાટીને છુપાવી રખાયેલા ચરસના જથ્થામાંથી છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હતો. જેનો પ્રતિ કિલોનો 50 લાખ રૂપિયાનો ભાવ છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જમીનમાં દાટવામાં આવેલો બાકીનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

અગાઉ પણ સુંવાલી બીચ પરથી આ પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પ્રકારની બનતી ઘટનાને લઈ માછીમારો સાથે શહેર પોલીસ સતત સંપર્કમાં છે.જેના કારણે આ પ્રકારે ચરસ સહિતના નશાકારક પદાર્થોને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો…Vande Bharat Express: ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો