RinaBen

Nutrition Month: રાજયભરના કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ, પ્રસૂતાઓ અને કિશોરીઓને સુસ્વાસ્થ્ય પ્રદાન કરતો ‘પોષણ માસ’

  • ટેક હોમ રાશન અંતર્ગત મળતા માતૃશક્તિ પેકેટમાંથી બનાવેલી વાનગીઓ સ્વાદ અને સ્વાસ્થ્ય વર્ધક હોવાથી મારા વજનની સાથે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સુધર્યું: લાભાર્થી રીનાબેન

Nutrition Month: આંગણવાડીમાંથી ૩ થી ૬ વર્ષના બાળકો માટે સવાર અને બપોરનો નાસ્તો તેમજ સગર્ભા મહિલાઓને પોષણ સુધા યોજના અંતર્ગત એક ટંક ભોજનનો લાભ

સુરત, 20 સપ્ટેમ્બરઃ Nutrition Month: પ્રધાનમંત્રી દ્વારા વર્ષ ૨૦૧૮થી દેશભરમાં શરૂ કરાયેલા ‘પોષણ અભિયાન’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યની સગર્ભા માતાઓ, પ્રસૂતા, કુપોષિત બાળકો અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા અને જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સહ કાર્યરત આ યોજના વર્ષ ૨૦૨૩ની થીમ ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ નક્કી કરાય છે.

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ચાલી રહેલા ‘પોષણ માહ’ અન્વયે સગર્ભા મહિલાઓ, પ્રસૂતા કિશોરીઓ અને કુપોષિત બાળકોને પૂરક પોષણ આહાર પૂરો પાડવા વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં ટેક હોમ રાશન(THR), દૂધ સંજીવનો, પી. એમ માતૃશક્તિ અને પોષણ સુધા યોજના જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

કામરેજ તાલુકાના વાવ-૫ ગામે રહેતા રીનાબેન સુમિતભાઈ ઢોડિયાએ સમગ્ર સગર્ભાવસ્થા દરમિયાન આંગણવાડીમાંથી ઉપલબ્ધ થતી તમામ યોજનાઓનો લાભ લીધો છે. આ વિષે તેમણે કહ્યું કે, મને સગર્ભાવસ્થાની શરૂ આતથી જ આંગણવાડીમાંથી યોગ્ય માર્ગદર્શનની સાથે ટેક હોમ રાશન અને દૂધ સંજીવની યોજનાનો લાભ મળ્યો છે.

THRમાંથી મળતા ફૂડ પેકેટમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિનની ભરપૂર માત્રાને કારણે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન મારી અને મારા બાળકની તંદુરસ્તી જળવાઈ રહી હતી. તેમજ માતૃશક્તિ પેકેટમાંથી બનાવેલી વાનગીઓ સ્વાદ અને સ્વાસ્થ્ય વર્ધક હોવાથી તેના નિયમિત ઉપયોગથી મારા વજનની સાથે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધ્યું છે.

તેમણે કહ્યું હતું કે, પ્રેગનેન્સીની શરૂઆતમાં વજન અને હિમોગ્લોબિન બંને સાધારણ હતા જ્યારે ૯ મહિના પોષ્ટ્રીક આહાર મળવાથી વજન અને હીમોગ્લોબિનમાં વધારો થયો હતો.

વધુમાં પી.એમ માતૃશક્તિ યોજના હેઠળ મળતા ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લિટર સીંગતેલનો લાભ પણ દર માસે નિયમિતપણે મળ્યો હતો જેથી જન્મ સમયે માંરૂ બાળક અને હું બન્ને સ્વસ્થ રહી શક્યા હતા. સાથે જ તેમણે પોષણ સુધા યોજના હેઠળ મળતા એક ટંક ભોજનનો લાભ પણ લીધો હતો.

પોષણ અભિયાન અંતર્ગત સગર્ભાવસ્થા દરમિયાન અને ત્યારબાદ મળી રહેલા પૂરક પોષણને કારણે રીનાબેન અને તેમના બાળકની તંદુરસ્તી જળવાઈ રહી હોવાથી તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અન્ય તમામ સગર્ભા સ્ત્રીઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો… Tarnetar Mela Competition: દેશી ઓલાદની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો