Raghunath school trusti son chetan yadav

Chetan Yadav deported by police: બાપુનગરની રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકના પુત્રને કરાયો તડીપાર-વાંચો શું છે મામલો?

Chetan Yadav deported by police: માથાભારે ચેતન યાદવને અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ

અમદાવાદ, 25 નવેમ્બરઃ Chetan Yadav deported by police: અમદાવાદ બાપુનગર વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલ રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના ટ્રસ્ટીના પુત્ર ચેતન યાદવને પોલીસે બે વર્ષ માટે તડીપાર કર્યો છે. સરસપુર વિસ્તારમાં રહેતો માથાભારે ચેતન યાદવ સામે અનેક ફરિયાદો નોંધાઇ ચૂકી છે. અવાર નવાર દારૂ પીને આવી ધમપછાડા કરતા ચેતન યાદવના ત્રાસથી સ્થાનિકોમાં અરાજકતા ફેલાઇ ગઇ હતી. થોડાક દિવસ પહેલા નશામાં ચૂર થઇ જાહેર રસ્તા પર બિભત્સ લવારી કરતા બાપુનગર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે તેને બે વર્ષ માટે તડીપારનો આદેશ આપ્યો છે.

સરસપુર વિસ્તારમાં મીઠાપાળી દરવાજા પાસે રહેતો રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવને બે વર્ષ માટે અમદાવાદ, ખેડા તેમજ ગાંધીનગરમાં પ્રવેશ માટે બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. માથાભારે શખ્સ ચેતન યાદવ(Chetan Yadav deported by police)ને પોલીસે ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કર્યો છે.

આ પણ વાંચોઃ Noida International Airport Inauguration: યુપી હવે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો આ એરપોર્ટ વિશે

એક મહિલા પહેલા બાપુનગર પોલીસે દારૂના નશામાં ધમાલ મચાવતા ચેતન યાદવની ધરપકડ કરી હતી. બાપુનગર પોલીસને રાત્રે એક યુવક દારૂના નશામાં રઘુનાથ હિન્દી ઉચ્ચતર શાળાની બહાર હંગામો મચાવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે શાળાના ટ્રસ્ટી રામ કિશન યાદવનો પુત્ર ચેતન યાદવ દારૂના નશામાં લવારી કરતો હતો. નશામાં તે એટલો ફૂલ હતો કે પોતાની જાતને પણ સંભારી શકતો નહતો. જે બાદ તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

આ પ્રથમ વખત નથી આ પહેલી પણ ચેતન યાદવ વિરુદ્ધ અનેક ફરિયાદો સામે આવી ચુકી છે. પ્રતિષ્ઠિત સ્કૂલ ટ્રસ્ટીના પુત્ર ચેતન યાદવની અગાઉ રઘુનાથ સ્કૂલમાં શિક્ષકો પર હુમલો કરવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં મહિલા શિક્ષકો સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પણ આરોપ લાગ્યો હતો.

એકથી વધુ ગુનાઓ નોંધાતા પોલીસે આકરી કાર્યવાહી કરી ચેતન યાદવને અમદાવાદ સહિત ખેડા અને ગાંધીનગર જિલ્લામાંથી તડીપારનો હુકમ કર્યો છે.

Whatsapp Join Banner Guj