CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી

CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપી

ગાંધીનગર, 14 નવેમ્બરઃ CM Bhupendra Patel Prayers At Panchdev Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિર દર્શન જઈને પૂજા અર્ચના થી કર્યો હતો. મુખ્યમંત્રી ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાં ની સમાધિ પર શ્રદ્ધા પૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે, આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ ને વિકાસ ની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ.

તેમણે વડાપ્રધાનની પ્રેરણથી નૂતન વર્ષ પછીના જ દિવસે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતી થી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકો ને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકો નું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષ ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો, પદાધિકારીઓએ પણ મુખ્યમંત્રી સાથે નૂતન વર્ષાભિનંદન કર્યા હતા.

આ પણ વાંચો… CM New year plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વર્ષ પ્રારંભે વૃદ્ધાશ્રમના વડીલો સાથે લેશે ભોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો