First indigenous fighter helicopter

First indigenous fighter helicopter: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી, પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ

First indigenous fighter helicopter: રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એરફોર્સના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની ઉપસ્થિતિમાં આવા ૧૦ હેલિકોપ્ટરને સોપવામાં આવ્યા

નવી દિલ્હી, 04 ઓક્ટોબર: First indigenous fighter helicopter: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં જ બનાવવામાં આવેલા પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. ચીન અને પાકિસ્તાન સરહદે આ વિમાનને તૈનાત કરવામાં આવશે. વજનમાં હળવુ પણ દુશ્મનો માટે ખતરનાક (એલસીએચ) પ્રકારનું હેલિકોપ્ટર મળવાથી સૈન્યની ક્ષમતામાં વધારો થયો છે. રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એરફોર્સના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની ઉપસ્થિતિમાં આવા ૧૦ હેલિકોપ્ટરને સોપવામાં આવ્યા છે. આ દરમિયાન રાજનાથસિંહે આ હેલિકોપ્ટરમાં બેસીને ઉડાન પણ ભરી હતી. 

દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબુત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. નવરાત્રીના પર્વ નિમિત્તે જ યોદ્ધાઓની ભૂમિ રાજસ્થાનથી આ  હેલિકોપ્ટરને એરફોર્સમાં સામેલ કરવાનો આનાથી વધુ સારો સમય બીજો ન હોઇ શકે. એરફોર્સના ચીફ ચૌધરીએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટરોએ હિમાલયના પહાડોમાં પણ પોતાની ક્ષમતાને સાબિત કરી બતાવી છે. આ હેલિકોપ્ટરની ખાશિયત એ પણ છે કે તે દરેક ઋતુમાં દુશ્મનોનો સામનો કરી શકે છે. સાથે જ  આ હેલિકોપ્ટરની ક્ષમતા એટલી છે કે તે દુશ્મન દેશોની એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો કરી શકે છે. 

આ પણ વાંચોઃ Communal clash at savli vadodara: સાવલી ખાતે શાકમાર્કેટમાં ધાર્મિક તણાવ,પથ્થરમારા બાદ 40 લોકોની ધરપકડ- વાંચો વિગત

એવા દાવા થઇ રહ્યા છે કે પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે. રેંજની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે. અમેરિકાના અપાચે હેલિકોપ્ટરની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૨૯૫ કિમી છે જ્યારે પ્રચંડની ક્ષમતા પ્રતિ કલાક ૨૮૦ કિમીની માનવામાં આવે છે. પ્રચંડ હેલિકોપ્ટર જમીનથી ૬૫૦૦ મીટરની ઉંચાઇ પર હોય તો ત્યાંથી પણ ૭૦૦ કિમી દુર ટાર્ગેટનો નાશ વાળી શકે છે. જ્યારે અપાચે હેલિકોપ્ટર ૬૪૦૦ મીટરની ઉંચાઇએથી માત્ર ૪૮૦ કિમી દુર જ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તેથી હુમલાની રેંજની બાબતમાં ભારતમાં બનેલા પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ માનવામાં આવે છે. 

હાલ ૧૦ પ્રચંડ હેલિકોપ્ટર્સ આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં અને એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીની હાજરીમાં ભારતીય વાયુસેનાને જોધપુરમાં અર્પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. કેમ કે આ હેલિકોપ્ટરની રેંજ અન્ય હેલિકોપ્ટર કરતા વધુ છે. આ હેલિકોપ્ટર્સ મુખ્ય એરો સ્પેસ કંપની ‘હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ’ એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Stone pelted during garba in Kheda district: ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની- વાંચો શું છે મામલો?

Gujarati banner 01