student

Conducting entrance exam in sainik school jamnagar: જામનગરની સૈનિક સ્કૂલમાં વર્ષ ૨૦૨૩-૨૪ના સત્ર માટે પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન

  • ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રસ એક્ઝામ અંતર્ગત ૮મી જાન્યુઆરીએ પ્રવેશ પરીક્ષા યોજાશે

Conducting entrance exam in sainik school jamnagar: જામનગરની સૈનિક સ્કૂલ, બાલાચડી ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ના સત્ર માટે ધોરણ-૬ અને ૯માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન

સુરત, 09 ડીસેમ્બર: Conducting entrance exam in sainik school jamnagar: જામનગરના બાલાચંડી ખાતે આવેલી સૈનિક સ્કૂલમાં વર્ષ ૨૦૨3-૨૪ના સત્ર માટે ધોરણ-૬ અને ધોરણ-૯માં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રેસ એક્ઝામ અંતર્ગત તા.૦૮/૦૧/૨૦૨૩ના રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રવેશ પરીક્ષા માટે તા.૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં સુધી https://aissee.nta.nic.in અને www.ssbalachadi.org પર માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રવેશ પરીક્ષા આપવા માટે AISSEE 2023નું ઈન્ફોર્મશન બુલેટીન વાંચી શકે છે. આ પરીક્ષા સંબંધી સમયગાળો, અગત્યની તારીખો, માધ્યમ, પરીક્ષાનો સિલેબસ, સૈનિક શાળાઓની યાદી, અનામત બેઠકો, પરીક્ષાસ્થળો, લાયકાત સહિતની વિગતો આ વેબસાઈટ પરથી મળી રહેશે.

આ માટેની પરીક્ષા દેશભરનાં ૧૮૦થી વધુ શહેરોમાં યોજાશે. પરીક્ષામાં મલ્ટીપલ ચોઈસ પ્રકારનાં પ્રશ્નો પૂછાશે. ધોરણ-૬માં પ્રવેશ માટે ઉમેદવારની ઉંમર તા.૩૧/૩/૨૦૨૩ની સ્થિતિએ ૧૦ થી ૧૨ વર્ષની વચ્ચે, જ્યારે ધોરણ-૯માં પ્રવેશ માટે તા.૩૧/૦૩/૨૦૨૩ની સ્થિતિએ ઉમર ૧૩ થી ૧૫ વર્ષની હોવી જોઈએ.

સૈનિક સ્કૂલ બાલાચડી (જામનગર) દેશમાં આવેલી અંગ્રેજી માધ્યમની ૩૩ સૈનિક શાળાઓ પૈકીની એક છે. આ શાળાઓનો ઉદ્દેશ્ય નેશનલ ડિફેન્સ એકેડમી, પુણે/ઇન્ડિયન નેવલ એકેડમી ફોર ઓફિસર્સ કેડર ઓફ ધ આર્મડ ફોર્સિસમાં પ્રવેશ માટે છોકરા-છોકરીઓને શૈક્ષણિક, શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાનો છે. આ શાળાઓમાં પ્રવેશ માટે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: Jan Aakrosh: આ જન આદેશ નથી, જન આક્રોશ છે…

Gujarati banner 01