Congress dharna

Congress protest: ભાજપ સરકારના મોઘાં શિક્ષણ, ઊંચી ફી અને પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓની સામે શિક્ષણના અધિકારની માંગ સાથે અમદાવાદ ખાતે કોંગ્રેસના ધારણા પ્રદર્શન

અમદાવાદ , ૦૧ ઓગસ્ટ: Congress protest: ‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાતમાં “શિક્ષણ બચાવો અભિયાન”માં ભાજપ સરકારના મોઘાં શિક્ષણ, ઊંચી ફી અને પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓની સામે શિક્ષણના અધિકારની માંગ સાથે અમદાવાદ ખાતે ધારણા પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણને પગલે શિક્ષણના નામે લુંટ ચાલી રહી છે ભાજપ સરકાર શરમ કરવાને બદલે પ્રજાના ટેક્ષના પૈસાથી ઉત્સવો-તાયફોની ઉજવણી કરી રહી છે.

લોકોને રાહત મળે તે માટે (Congress protest) કોંગ્રેસ પક્ષ પ્રજાની લાગણી છે વાચા આપવા માટે માંગ કરે છે કે શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો, શિક્ષણના નામે જે લુંટ થઈ રહી છે તે બંધ કરો, જે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચો, ગુજરાતની તમામ પ્રાથમિક – માધ્યમિક – કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ છે તાત્કાલીક ભરવામાં આવે, ગુજરાતમાં બે વર્ષમાં માત્ર 20 સરકારી પ્રાથમિક શાળાઓને મજુરી આપવામાં આવી રાજ્યની 3353 સ્કુલોમાં 10,698 વધુ ઓરડાઓની જર્જરિત હાલત છે, 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ગુજરાતની ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં આચાર્ય-સ્ટાફની 40 ટકા જગ્યાઓ ખાલીમાં ભરતી થઇ નથી.

Congress protest

રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કુલોમાં 18 હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા જાહેરાતોમા નહિ જાહેરહિતને કેન્દ્રમાં રાખે. ભાજપ સરકારની શિક્ષણવિરોધી નીતિઓને કારણે વાલીઓ મોઘી ફી ભરવા આર્થિક તકલીફ અનુભવી રહ્યાં છે ભાજપ સરકાર ફીની ઉઘાડી લુંટ અને શાળા- કોલેજોનું ખાનગીકરણ-વ્યાપારીકરણનો કોંગ્રસ પક્ષ વિરોધ કરે છે.

“શિક્ષણ બચાવો અભિયાન”ને રાજકોટ ખાતે સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના વિતેલા ૨૫ વર્ષના શાસનમાં ખાસ કરીને રીમોર્ટ કન્ટ્રોલથી ચાલતી રૂપાણીજીની સરકારે ગુજરાતના શિક્ષણક્ષેત્રને અધોગતિ તરફ ધકેલ્યું છે. દેશમાં શિક્ષણશ્રેત્રે ગુજરાતનો ક્રમાંક પ્રતિદિન પાછળ ધકેલાઈ આજે ૨૯મા ક્રમે પહોચ્યો છે. વર્ષ ૨૦૧૧ થી આજદિન સુધી રાજ્યમાં ૮૫૦૦ કરતા વધુ પ્રાથમિક શાળાઓને બંધ થઇ. ખાનગીકરણ-વ્યાપારીકરણથી વાલી-વિધાર્થીઓ પર “મોંઘી ફી” નો માર પડ્યો છે

આ પણ વાંચો…5 years CM celebration: વિકાસની રાજનીતિને અમે વરેલા છીએ: મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી

રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ગુણવત્તા ચકાસવા માટે અને શિક્ષકોનું સ્તર જાણવા માટે ૩૦,૬૮૧ જેટલી પ્રાથમિક શાળાના ગુણોત્સવના આંચકાજનક પરિણામો સામે આવ્યા. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચાની જાહેરાતો પછી પણ રાજ્યમાં A+ ગ્રેડની શાળાઓની સંખ્યા પણ પછી ઘટી છે. માત્ર ૧૪ જેટલી શાળાઓ A+ ગ્રેડ પ્રાપ્ત કરી શકી. સરેરાશ ૫૭.૮૪ ટકા જેટલુ સરકારી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું સ્તર એ પાછળ ધકેલાઈ જે શિક્ષકની અધોગતિની નિશાની છે વર્ષ – ૨૦૧૮ સુધી એક જ પદ્ધતિથી ગુણોત્સવ યોજાતો હતો.

આ પણ વાંચો…PV Sindhu: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા

ગુણોત્સવમાં દર વર્ષે સરકાર દ્વારા મસમોટા તાયફાઓ પણ કરવામાં આવે છે. ગત વર્ષે તો A+ ગ્રેડની શાળાઓની સંખ્યા સીધી ૩,૨૦૭ એ પહોંચી જતાં શિક્ષણ વિભાગ અને સરકારે પોતાની પ્રશંસા કરાવવામાં કોઈ કસર છોડી નહોતી. પ્રથમ ગુણોત્સવમાં A+ ગ્રેડમાં માત્ર ૫ શાળાઓ હતી જ્યારે A ગ્રેડમાં ૨૬૨ શાળાઓ હતી. B ગ્રેડમાં ૩,૮૨૩ તેમજ C ગ્રેડમાં ૧૨,૮૮૭ શાળાઓ અને D ગ્રેડમાં ૧૪,૫૮૨ હતી. આમ રાજ્યની કુલ ૩૧,૫૬૨ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી A+ , A અને B ગ્રેડની મળીને માત્ર ૪,૦૯૩ શાળાઓ હતી જ્યારે C અને D ગ્રેડમાં જ ૨૭,૪૬૯ શાળાઓનો સમાવેશ થયો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આણંદ ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં જણાવ્યું હતું કે શિક્ષણના ખાનગીકરણ-વ્યાપારીકરણને પગલે “મોઘું શિક્ષણ- ઊંચી ફી” નો ભોગ ગુજરાતના નાગરીકો બની રહ્યા છે. રાજ્યમાં સરકારી – ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાંખીને ઉંચી ફી મનફાવે તેમ ઊઘરાવવ ખાનગી શાળાઓને ભાજપ સરકાર પ્રોત્સાહન આપી રહી છે “બેટી પઢાઓ બેટી બચાવો”ની મોટી મોટી વાતો થઈ પરતું ગુજરાતમાં ૧૦ માંથી ૬ દિકરીઓ ૧૦માં ધોરણ સુધી પહોંચતાં અધવચ્ચેથી જ શિક્ષણ છોડી રહી છે.

Congress protest: પોરબંદર ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં સંબોધતા પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારીમાં તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઇ ચૂકયા છે ત્યારે સામાન્ય-મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતામાં છે વધુમાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતની કન્યા શિક્ષણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જશે. રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કુલોમાં ૧૮ હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજમાં છેલ્લા ઘણા સમયથી આધ્યાપક-સ્ટાફની ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં નથી આવી. ગુણોત્સવ ૨.૦ ના પરિણામથી શિક્ષણની વાહવાહીનો પરપોટો ફૂટી ગયો છે. ગુણોત્સવ ૨.૦ના પરિણામમાં અત્યાર સુધીના તમામ ૮ ગુણોત્સવ ભાજપ સરકાર નાપાસ જાહેર થયા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

Whatsapp Join Banner Guj

વડોદરા ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં સંબોધતા પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની શિક્ષણની નિષ્ફળનીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી – બેરોજગારી અને ભ્રષ્ટાચારે માજા મુકી છે અને પ્રજા પીડાઈ રહી છે. એક સામાન્ય કુટુંબ માટે બે સાંધા ભેગા કરવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે તો આ સરકાર શેની ઉજણવી કરે છે ? તે ગુજરાત સમજી શકતુ નથી. આ ઉજવણીનો સમય નથી. ભાજપ સરકારની શિક્ષણનીતિ અને તેની કાર્યપધ્ધતિ સંપૂર્ણ પણે દિશાવિહીન છે.

અમદાવાદ ખાતે યોજાયેલ “શિક્ષણ બચાવો અભિયાન”માં (Congress protest) અમદાવાદ શહેર કોંગ્રેસ કા.પ્રમુખ ચેતન રાવલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપકભાઈ બાબરીયા, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હિમંતસિંહ પટેલ, લાખાભાઈ ભરવાડ, કોંગ્રેસ પક્ષના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશી, એન.એસ.યુ.આઈના પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, ઓબીસી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ઘનશ્યામ ગઢવી સહીત એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, શહેરના આગેવાનો-કાર્યકરો અને સ્થાનિકોએ મોઘાં શિક્ષણ અને ઉચી ફી, શિક્ષણના ખાનગીકરણ-વ્યાપારીકરણનો વિરોધ કરતા સુત્રોચાર સાથે ધરણા-વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.