Connection of Pakistan in Dhandhuka case

Connection of Pakistan in Dhandhuka case: દિલ્લીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછ મોટા ખુલાસા,પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ખૂલી

Connection of Pakistan in Dhandhuka case: દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછમાં પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનનું નામ ખૂલ્યું

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ Connection of Pakistan in Dhandhuka case: ધંધૂકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. ધંધુકાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ત્યારે પોલીસે ઝડપેલ 6 લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ ઘટનામાં મૌલવીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે આખરે પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ધંધુકા કેસમાં ખોલી છે. દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછમાં પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનનું નામ ખૂલ્યું છે.

કટ્ટરતાવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાના કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામી સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવી રહ્યા છે. કમરગની ઉસ્માની છેલ્લા 6 મહિનાથી ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાતલીધી હતી. ગઝવે હિંદ નામનો ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડાને લઈને મૌલાના કામ કરે છે.

ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ તિવારીની હત્યા કેસ મામલે પણ એટીએસ પુછપરછ કરશે. પાકિસ્તાનના કેટલાક આંતકીઓ સાથે મૌલાનાની સંડોવણી ખૂલી છે. 

આ પણ વાંચોઃ Ambaji Bazaar closed: ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે અંબાજીમાં વેપારીઓએ બજારો બંધ રાખી હિન્દુવાદી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં આજે એક મોટો ધડાકો થયો છે. દિલ્લીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછમાં આ ધડાકો થયો છે. જેમાં પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઇસ્લામીની સંડોવણી ખુલી છે. દિલ્લીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીના પાકિસ્તાના કરાચીમાં છેડા ધરાવે છે. દાવત-એ-ઇસ્લામીનું પાકિસ્તાનનું કરાંચી હેડક્વાર્ટર છે. કમર ગની દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે ઘણા સમયથી જોડાયેલો છે.

દાવત-એ-ઇસ્લામી વિશે મળતી માહિતી મુજબ આ એક એજ્યુકેશન સંસ્થાઓ ગુજરાતમાં પણ છે. ગુજરાતના અનેક શહેરોમાં દાવત-એ-ઇસ્લામીની સ્કૂલો આવેલી છે. એટલું જ નહીં દેશ અને દુનિયામાં પણ અનેક સ્થળો પર સ્કૂલો ચાલે છે. જેમાં શિક્ષણના ધામ આડે યુવાનોના બ્રેઇનવોશનું કૃત્ય ચાલે છે. કમર ગની 6 મહિના ગુજરાતના અનેક શહેરોમાં ફર્યો હતો. ગજવા-એ-હિંદના એજન્ડા પર મૌલાના ગની કામ કરતો હતો. પાકિસ્તાની એજન્ડાને પુરા કરવા મૌલાના ગની મથતો હતો.

Gujarati banner 01