Ambaji Bazaar closed

Ambaji Bazaar closed: ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે અંબાજીમાં વેપારીઓએ બજારો બંધ રાખી હિન્દુવાદી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૩૧ જાન્યુઆરીઃ Ambaji Bazaar closed:ધંધુકા માં હિન્દુ યુવકની હત્યા અને રાધનપુરના શેરગઢમા વિધર્મી યુવક દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલાની બનેલી ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે યાત્રાધામ અંબાજી મા વેપારીઓએ સ્વ્ચ્છીક પોતાના વેપાર ધંધા બંધ(Ambaji Bazaar closed) કરી બજારો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી હિન્દુવાદી સંગઠન દ્વારા ઘટનાને વખોડી હતી. જોકે આ પ્રસંગે કોઈ ઇનિચ્છનિય બનાવ ન બને તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે.

gujarat 3

હિન્દુ સમાજની યુવતીના હુમલાના વિરોધમાં અંબાજી સજજડ બંધ છે ને હિન્દુ સેવા સંગઠન ધંધુકાની ઘટનામાં પકડાયેલા આરોપીઓને કડક સજા મળે અને હત્યાના ષડયંત્રમા સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને ફરી આવી ઘટના ન બને તેના માટે તેમજ ઈસ્લામીક ધર્મ ઝનૂનતા નિયત્રીંત કરવા કાયદો બનાવવા માટે આજે મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. એટલુજ નહી ધંધુકાની ઘટનામાં મર઼નવજનાર કિશન ભરવાડ ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 3000 People reached Rajkot Collectorate: કિશન ભરવાડ હત્યાના વિરોધમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં 3 હજાર લોકોનું ટોળુ ઉમટી પડ્યું

Gujarati banner 01