RJT division meeting

Consumer Advisory Committee meeting: રાજકોટ ડિવિઝન ખાતે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

Consumer Advisory Committee meeting: સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું

રાજકોટ, ૧૩ ઓક્ટોબર: Consumer Advisory Committee meeting: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈને ડિવિઝનની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે માનનીય સભ્યોને વિગતવાર માહિતી આપી હતી.

PIC OF ZRUCC MEMBER PARTHIV KUMAR GANATRA
ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને વરિષ્ઠ ડીસીએમ અભિનવ
જેફ નવા ચૂંટાયેલા ZRUCC સભ્ય પાર્થિવકુમાર ગણાત્રા

સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોમાંથી ક્ષેત્રિય ઉપભોક્તા સલાહકાર સમિતિ માટે પાર્થિવકુમાર ગણાત્રાનું ચયન કરવામાં આવેલ જેઓ ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ તરફથી નામાંકિત છે. જૈને નવા ZRUCC સભ્યની પસંદગી માટે ગણાત્રાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો: Aryan khan Drug Case: આર્યન ખાનના જામીન પર NCBનો જવાબ, કોર્ટમાં રજૂ કરાઈ આ દલીલ

આ દરમિયાન, સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધાઓ આપવા માટે પોતાના સૂચનો આપ્યા હતાં. ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈને તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં માનનીય સભ્યોમાં રાજીવ કે દોશી, પાર્થિવ કુમાર ગણાત્રા, રમાબેન આર. માવાણી, માધવી એચ.શાહ, ચંદુલાલ એમ.બારાઈ, નિલેશ એમ.જેતપરિયા, હરદેવસિંહ બી.જાડેજા, સુરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ, જયેશભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ અજાણી, મુકેશભાઈ દસાણી, નિશાબેન કંજારીયા, રાજુભાઈ વ્યાસ, નરેન્દ્રસિંહ ઠાકુર, મનીષભાઈ ચંગેલા, હિરેનભાઈ જોશી, તપનભાઈ દવે , સુરેશભાઈ પ્રજાપતિ, દર્શનાબેન પુજારા, જયેશ શુક્લ અને રવિ સનાડા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર શ્રી અસલમ શેખ અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj