aryan khan arrest

Aryan khan Drug Case: આર્યન ખાનના જામીન પર NCBનો જવાબ, કોર્ટમાં રજૂ કરાઈ આ દલીલ

Aryan khan Drug Case: એનસીબીનુ એ પણ કહેવુ છે કે અરબાઝ પાસેથી આર્યન ખાન ડ્રગ્સ લેતો હતો અને આર્યન ખાને અરબાઝના કનેક્શનથી કેટલીક વાર ડ્રગ્સ ખરીદે છે

બોલિવુડ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Aryan khan Drug Case: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીનની સુનાવણી આ સમયે સેશન કોર્ટમાં ચાલી રહી છે. ડ્રગ્સ કેસમાં એનસીબીએ પોતાનો પક્ષ મૂક્યો છે. એનસીબીનુ કહેવુ છે કે કોર્ટ ત્રણેયમાંથી કોઈ પણ આરોપીને જામીન આપે નહીં.

એનસીબીએ કહ્યુ, પૂછપરછ દરમિયાન જે બાબત સામે આવી છે, તેમાં આર્યન ખાન આરોપી છે. રેકોર્ડમાં સામે આવ્યુ છે કે આર્યન ખાન વિદેશમાં કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં હતા. તે ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભાગ છે. વધુ તપાસ ચાલુ છે. એનસીબીનુ એ પણ કહેવુ છે કે અરબાઝ પાસેથી આર્યન ખાન ડ્રગ્સ લેતો હતો અને આર્યન ખાને અરબાઝના કનેક્શનથી કેટલીક વાર ડ્રગ્સ ખરીદે છે. અરબાઝ મરચન્ટ પાસેથી છ ગ્રામ ચરસ જપ્ત થઈ છે. સેક્શન 29 એનડીપીએસ એક્ટ હેઠળ બંને જ આરોપી છે. 

NCBએ મૂક્યો પોતાનો પક્ષ- આરોપી 17 અને 19 (અચિત કુમાર અને શિવરાજ હરિજન) નંબરે આર્યન ખાન અને અરબાઝ મરચન્ટને ડ્રગ્સ(Aryan khan Drug Case) સપ્લાય કર્યુ. તમામ એક મોટી ચેનનો ભાગ છે, જેમાં આ ચારેય પણ આરોપી છે. તપાસના શરૂઆતી સમયમાં આર્યન ખાન સાથે જોડાયેલા કેટલાક લોકો સામે આવ્યા છે. જેનુ ઈન્ટરનેશનલ કનેક્શન મળ્યુ છે. તપાસ માટે અમને થોડો સમય જોઈએ. આખરે અમે આ ચેનને તોડવા માટે કઈ ફોરેન એજન્સીનો સંપર્ક કરી શકીએ છીએ.

આ પણ વાંચોઃ Gujarat congress: કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવાની માંગ કરતા ડો.મનીષ દોશી

એનસીબીએ આગળ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યુ કે એક આરોપી પાસેથી મેફેડ્રોન નામક પદાર્થને કમર્શિયલ માત્રામાં સીઝ કરવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવી શકતા નથી. આ તમામ આરોપી છે, કેમ કે ક્યાંકને ક્યાંક આ એક-બીજા સાથે કનેક્ટેડ છે. એવામાં કોઈ એકને જામીન મળવા યોગ્ય નથી. એનડીપીએસ એક્ટ હેઠળ આ આરોપીનુ કનેક્શન તમામ ધરપકડ કરાયેલા આરોપીઓની સાથે જોવા મળ્યુ છે. આ સમય આ શખ્સ કસ્ટડીમાં છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શખ્સની વ્હોટ્સએપ ચેટ અને ફોટો સાથે કેટલીક બાબત સામે આવી છે. આ શખ્સ ડ્રગ ચેનમાં સામેલ છે અને આનાથી આ ધરપકડ થયેલા આરોપી પણ જોડાયેલા જોવા મળ્યા છે.

પંચનામામાં એનસીબીએ લખ્યુ છે કે આર્યન ખાન અને અરબાઝ બંને જ ઈન્ટરનેશનલ ક્રૂઝના ગ્રીન ગેટથી ધરપકડ કરવામાં આવ્યા છે. ક્લાસિક એમવી એક્સપ્રેસ કાર્ડ વિના આ બંને કેવી રીતે ક્રૂઝમાં જઈ શકે છે? જો કોઈને સજા સંભળાવવામાં આવે છે તો એક વર્ષની જેલ થઈ શકે છે, પરંતુ એનસીબી ષડયંત્રમાં વધુ જાણકારી કોર્ટને આપે ત્યારે. કોર્ટ ડિમાન્ડ કરે તો સીસીટીવી ફૂટેજને પણ સામે રાખવામાં આવી શકે છે. એનસીબીનુ કહેવુ છે કે જો આ આરોપીઓને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને પુરાવા પણ નાશ કરવાનો પ્રયત્ન કરી શકે છે. સેક્શન 37 અઘરી છે, કેમ કે આ તમામ પર અત્યારે સેક્શન 28 અને 29 લાગુ થયા છે.

આ પણ વાંચોઃ POBF FB Page: નવલા નોરતામાં નવલી શરૂઆત,પાર્લામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ એફબી પેજની રચના

Whatsapp Join Banner Guj