coronavirus testing

Containment Zone in Porbandar: પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા- વાંચો વિગત

Containment Zone in Porbandar: આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરી આવશ્યક સેવાઓ સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે

પોરબંદર, 03 ઓગષ્ટઃ Containment Zone in Porbandar: પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસના  કેસ નોંધાયેલા હોવાથી  કોરોના મહામારીના સંક્રમણના ફેલાવાને રોકવા તથા તકેદારીના ભાગરૂપે  જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડીને નીચે મુજબના સ્થળોને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે.

જેમાં પોરબંદરના છાંયા ચોકી  વિસ્તારમાં કરશન લખમણ ગરચરનું ઘર, પોરબંદર રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં હેમાંગ જગદીશ અગ્રાવતનું ઘર, પોરબંદરના આશાપુરા ચોકડી ઘાસ ગોડાઉન પાસે ઘનજી માલદે શીંગરખીયાનું ઘર અને ભરત કિશોર હરિયાનીના ઘરથી હુસેનભાઇના ઘર સુધીનો વિસ્તાર તથા પોરબંદર તાલુકાના કાટવાણા ગામ વિસ્તારમાં જયદીપ ભીખુ વરગિયાના ઘરથી લખુ માલદે વરગિયાના ઘર સુધીના વિસ્તારને  તા.૦૨ ઓગસ્ટ સુધી કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરી આવશ્યક સેવાઓ સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. 

તેમજ પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મિલન લખમણ આહિરનું ઘર, પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારના તુંબડામાં રામી દેવાભાઇ રાઠોડના ઘરથી રમા કાના સોલંકીના ઘર સુધીનો વિસ્તાર, પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ વિસ્તારમાં પુજા જીતેશનું ઘર અને મકવાણા પ્રિયાનું ઘર તથા પોરબંદરના છાંયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટીમાં ભૂમિકા મહેન્દ્ર પરમારના ઘરથી હરીશ ભીમા શીંગરખીયા ઘર સુધીના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી નિયંત્રણ મુક્ત જાહેર કરાયા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચો: Nancy Pelosi: નેન્સી પેલોસી 14 વર્ષ પહેલા ભારત આવી ત્યારે ચીન આ રીતે ગુસ્સે ભરાયું હતું- વાંચો શું બની હતી ઘટના?

આ પણ વાંચોઃ Shamita raqesh music video: બ્રેકઅપ બાદ રાકેશ-શમિતા વચ્ચે જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી

Gujarati banner 01