Nancy Pelosi

Nancy Pelosi: નેન્સી પેલોસી 14 વર્ષ પહેલા ભારત આવી ત્યારે ચીન આ રીતે ગુસ્સે ભરાયું હતું- વાંચો શું બની હતી ઘટના?

Nancy Pelosi: યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતની વિશ્વભરમાં ચર્ચા છે.

નવી દિલ્હી, 03 ઓગષ્ટ: Nancy Pelosi: અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની ધરતી પરથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમેરિકા તાઈવાનમાં લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. પેલોસીએ કહ્યું કે, દુનિયામાં લોકશાહી અને આપખુદશાહી વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા તાઇવાનને આપેલા વચનોથી પાછળ નહીં હટશે. યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતની વિશ્વભરમાં ચર્ચા છે. પેલોસીની આ મુલાકાતથી ચીન ગુસ્સે થઈ ગયું છે. આ પ્રવાસ દરમિયાન પણ ચીનના 21 ફાઈટર પ્લેન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ્યા હતા.

ચીનની તમામ ધમકીઓ છતાં નેન્સી પેલોસી તાઈવાન પહોંચી. એટલું જ નહીં, તેમણે તાઈવાનની ધરતી પરથી ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો કે અમેરિકા તાઈવાનમાં લોકતંત્રની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, દુનિયામાં લોકશાહી અને આપખુદશાહી વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા તાઇવાનને આપેલા વચનોથી પાછળ નહીં હટશે. નેન્સી પેલોસી દ્વારા તાઇવાનને સમર્થન એ ચીન માટે ‘ઘા પર મીઠું છાંટવા’ જેવું છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે નેન્સી પેલોસીએ ચીનના દુખતી નસ પર હાથ મૂક્યો હોય, તે 1991 અને 2008માં પણ ચીન માટે મોટો પડકાર બની ચૂકી છે.

આ પણ વાંચોઃ Shamita raqesh music video: બ્રેકઅપ બાદ રાકેશ-શમિતા વચ્ચે જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી

નેન્સી પેલોસીએ ચીનને ક્યારે ચીડવ્યું?

આ પહેલીવાર નથી જ્યારે નેન્સી પેલોસીએ ચીનને ચીડવ્યું હોય. ચીન સાથેની તેમની દુશમની લગભગ ત્રણ દાયકા જૂની છે. તે લાંબા સમયથી ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ કરી રહી છે.

1991માં બેઇજિંગમાં બેનરો લહેરાયા

પેલોસીએ 1991માં બેઇજિંગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પેલોસી તેના સાથી નેતાઓ અને પત્રકારો સાથે તિયાનમેન સ્ક્વેર પહોંચી હતી. અહીં તેમણે બેનર લહેરાવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, ‘To those Who died died for democracy in china’ એટલે કે ‘ચીનમાં લોકશાહી માટે મૃત્યુ પામેલા લોકો માટે’. હકીકતમાં, 1989માં, કેટલાક વિદ્યાર્થીઓએ લોકશાહીની માંગ સાથે તિયાનમેન સ્ક્વેર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને બુલડોઝર ચલાવ્યું હતું. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Jio Prepaid Plan Price: Jioની ધમાકેદાર ઓફર! 150 રૂપિયા સસ્તો થઇ ગયો 3 મહિનાવાળો પ્લાન

Gujarati banner 01