PM Modi inaugurates oxygen plant

PM statement on Kashmir Files film: કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન, જાણો શું કહ્યું

PM statement on Kashmir Files film: સત્યને દબાવવા માટે એક ઈકોસિસ્ટમ કામ કરે છે, કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ: પીએમ મોદી

મનોરંજન ડેસ્ક, ૧૫ માર્ચ: PM statement on Kashmir Files film: વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. PM મોદી તાજેતરમાં જ ફિલ્મની ટીમને પણ મળ્યા હતા. હવે મંગળવારે યોજાયેલી BJP સંસદીય દળની બેઠકમાં PM મોદીએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર પણ ચર્ચા કરી છે. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોદીએ કર્યા વખાણ

બેઠકમાં મોદીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ દિવસોમાં ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો લઈને ફરતું આખું જૂથ આ જોઈને સ્તબ્ધ થઈ ગયું છે.

આ પણ વાંચો: Rashmi Desai showed her killer look: રશ્મિ દેસાઈ બતાવ્યો તેનો કિલર લૂક,જુઓ ફોટોગ્રાફ્સ

આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. (PM statement on Kashmir Files film) તેની પાસેથી સત્ય બહાર આવે છે. ફિલ્મમાં જે પણ બતાવવામાં આવ્યું છે, કાશ્મીરના એ સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આખી દુનિયા માર્ટિન લૂથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલા વિશે વાત કરતી હતી. પરંતુ વિશ્વમાં ગાંધીની બહુ ઓછી વાત થતી હતી.

PM statement on Kashmir Files film
Gujarati banner 01